મોરબીની બોરિયા પાટી શાળાનો પ્લાન બનાવમાં વિલંબ થયો છે !, હવે ઘટતી કાર્યવાહી કરીશું: સાંસદ-ધારાસભ્ય
મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ડબલસવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટ લેતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત
SHARE
મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે ડબલસવારી બાઈકને ડમ્પર ચાલકે હડફેટ લેતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બાઈકને ડમ્પર ચાલકે હડફેટે લેતા બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા.જેને પગલે બનાવ બાદ ભાગી છૂટેલા ડમ્પર ચાલકને પકડવા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે મોડીરાત્રીના વાહન અકસ્માતનો ગોજારો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારીમાં જઈ રહેલા બે યુવાનોને ડમ્પર નંબર જીજે ૧૨ બીટી ૭૭૯૪ ના ચાલકે હેડફેટ લીધા હતા જે બનાવમાં હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઈકમાં સવાર થઇને ડબલ સવારીમાં જઇ રહેલા સંજય દિનેશભાઈ સનુરા જાતે કોળી (ઉમર ૨૬) અને મુનેસ અમુભાઈ સુરેલા જાતે કોળી (ઉમર ૨૮) રહે.બંને સિલ્વર સોસાયટી ઘૂંટુ રોડ સામાકાંઠે મોરબી-૨ વાળાઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી બંને યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજયા હતા.અકસ્માત બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.વધુમાં પોલીસ સુત્રોની પાસેથી મળતી વિગતો મુજબ બંને મૃતક યુવાનો પોતાના ઘરેથી કારખાનાના કામ અર્થે જતા હોય ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ડમ્પરચાલક સ્થળ ઉપરથી વાહન લઈને ભાગી છુટ્યો હોય હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહન ચાલકને પકડવા આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
પતરા ઉપરથી પડી જતા ઈજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા માનવ અશોકભાઈ રામાનંદી નામના ૨૨ વર્ષના યુવાનને અકસ્માત બનાવમાં ઇજા પહોંચતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા તપાસ ચલાવવામાં આવી હતી જેમાં ખુલ્યું હતું કે મોરબીના નેલકો સેનેટરી નામના કારખાનામાં કામ દરમિયાન પતરા ઉપરથી ઊંચાઈએથી નીચે પટકાતા માનવ રામાનંદી નામના યુવાનને ઇજીઓ પહોંચી હતી જેથી કરીને તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.
ઝેરી અસર થતા સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના કડીયાણા ગામના વિશાલ સમીરભાઈ રાઠવા નામના ૧૯ વર્ષના યુવાનને ઝેરી અસર થતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિશાલ રાઠવાને ઘરે ખડમાં નાંખવાની ઝેરી દવા મોંમાં જવાથી ઝેરી અસર થઈ હતી જેના લીધે તેને સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો.જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે હળવદ પોલીસને આગળની તપાસ માટે જાણ કરી હતી.