મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તન કરીને બે લાખનું કર્યું દાન


SHARE









મોરબીના નારણકા ગામના બજરંગ ધૂન મંડળે કિર્તન કરીને બે લાખનું કર્યું દાન

મોરબી તાલુકાનાં નારણકા ગામના બજરંગ ધૂન મંડળ દ્વારા ૧૦ વર્ષથી નિસ્વાર્થ ભાવે ભજન ધુન કરવામાં આવે છે અને જયા વાયક આવે ત્યા જાય છે. અને જે રકમ આવે તેને સેવા કાર્યમાં વાપરે છે હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવા આપતા દંપતીએ મંડળને અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિશેની વાત કરી હતી અને આ ટિફિન સેવામાં સહયોગ આપવા માટે બજરંગ ધૂન મંડળના કાર્યકર્તાઓએ તૈયારી કરી હતી

આ બજરંગ ધુન મંડળમાં જે પણ કંઈ આવક આવશે તે તમામ આવક  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો ત્યાર બાદ બજરંગ ધૂન મંડળ લગભગ બે મહિનામાં ૧.૯૫ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા અને આ રકમ સેવામાં આપવામાં આવેલ છે નારણકા ગામબ બજરંગ ધૂન મંડળ દ્વારા આવવા જવા માટેનો કોઈપણ ખર્ચ લેવામાં આવતો નથી અને જે કંઈ યોગદાન આવે છે તે તમામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટને અર્પણ કરે છે આ બજરંગ ધૂન મંડળમાં કાંતિભાઈ શીવાભાઈ સુરાણી, મેરજા મનસુખભાઈ દેવજીભા, મેરજા ભરતભાઈ છગનભાઈ, મેરજા કિરીટભાઈ અરજણભાઈ, મયંક અશોકભાઈ મેરજા, સગરામભાઇ અણદાભાઈ રબારી, મનસુખભાઈ કાનજીભાઈ મોરડીયા, દેવરાજભાઈ પ્રેમજીભાઈ મેરજા, નરભેરામભાઈ ટપુભાઈ મેરજા, ચુનીભાઇ લાલજીભાઈ મેરજા, જસમતભાઈ દેવજીભાઈ કારોલીયા, બીપીનભાઈ ચતુરભાઈ દાવા, હરિલાલ ભટ્ટ સહિતના જોડાયેલ છે.




Latest News