મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્ય કક્ષાના મંત્રીનો ચાર્જ સાંભળ્યો
મોરબીના પાવડીયારી નજીક સિરામિક યુનિટના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ જતા મજુર સારવારમાં
SHARE
મોરબીના પાવડીયારી નજીક સિરામિક યુનિટના લેબર કવાટરમાં ગળેફાંસો ખાઈ જતા મજુર સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી નજીકના સિરામિક યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતો યુવાન કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ જતાં તેને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથક તેમજ બીટ જમાદાર એએસઆઇ આર.બી.વ્યાસ પાસેથી મળતી માહિતી મુજબ જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી ગામ પાસેના લોરીકા સિરામીક નામના યુનિટના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતો લોકનાથકુમારનંદ કાર્તિકનંદ નામનો ૨૩ વર્ષીય પરપ્રાંતીય મજૂર યુવાન તેના કવાટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ જતા બેભાન હાલતમાં તેને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો.બનાવની જાણ થતાં એએસઆઈ આર.બી.વ્યાસે બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે જોકે હાલ યુવાન બેભાન હાલતમાં હોય કારણ અંગે કંઈ જાણવા મળેલ નથી. જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામે રહેતો વિક્રમ ગંગારામ દેવીપુજક નામનો ૪૫ વર્ષનો યુવાન મોરબીના નગર દરવાજા પાસે આવેલ તેલગલી વિસ્તારમાં હતો ત્યાં તેને કોઈ સાથે થયેલ બોલાચાલી બાદ મારામારીનાં બનાવમાં ઇજાઓ થતા વિક્રમ દેવીપુજકને અહિંની સિવિલ હોસ્પિટલે સારવારમાં લઇ જવામાં આવ્યો હતો.
ફિનાઇલ પી જતા યુવાન સારવારમાં
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે સરકારી શાળા પાસે રહેતા વિપુલ વિનોદભાઈ કુબાવત બાવાજી નામના ૨૫ વર્ષના યુવાને ગઇકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં તેના ઘેર ફિનાઇલ પી લેતા તેને સિવિલ હોસ્પિટલે સારવારમાં લઇ જવાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમારે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે હાલ વિપુલ કંઈ કામ ધંધો કરતો ન હોય એને થોડું દેણું થઈ ગયું હોય તેના ટેન્શનમાં તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું..!?
જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે ઉપર વાંકાનેર તાલુકામાં આવતા માટેલ રોડ ઉપર સ્પેન્ટો પેપરમીલ નામના યુનિટમાં રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના પીન્ટુ દયાશંકર ગોન્ડ નામના ૨૨ વર્ષીય યુવાને ઉંદર મારવાની દવા પી લીધી હોય તેને મંગલમ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.બનાવની જાણ થતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ તપાસ હાથ ધરતાં ખુલ્યુ હતું કે પીન્ટુ કોઇ પરીક્ષા આપવા માટે ઉત્તરપ્રદેશ ગયો હતો અને ત્યાં પરીક્ષામાં પાસ ન થતાં તે બાબતનું મનોમન લાગી આવ્યુ હોવાથી તેણે ઉપરોકત પગલું ભરી લીધું હતું..!?