મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાની લજાઇ ચોકડી પાસે ઘડીયાલના કારખાનામાંથી ઘડીયાલની ચોરી કરનારા બે શખ્સ ઝડપાયા


SHARE













ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ ઘડિયાળના કારખાનાની અંદર તસ્કરોએ ઘડિયાળના જુદા જુદા મોડલ તેમજ અન્ય સામગ્રીની ચોરી કરી હતી જેથી કુલ મળીને ૧૦,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હોય કારખાનેદારો દ્વારા ટંકારા ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બે આરોપીને ચોરાઉ મુદામાલ સાથે પકડી લીધેલ છે 

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ સેટીવન કવારેટઝ કારખાનાના માલિક કૌશિકભાઇ ભીમજીભાઇ કાનાણી જાતે પટેલ (૨૫) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓનું લજાઈ ચોકડી પાસે સેવીટન કવાર્ટઝ નામનું કારખાનું આવેલ છે જેમાંથી અલગ-અલગ મોડેલની ૨૦ ઘડિયાળ જેના જેની કિંમત ૬૦૦૦ રૂપિયા તેમજ નાના મોટા કાચ જેની કિંમત ૪૦૦૦ અને ફોટો ફ્રેમ પાંચ જેવી કિંમત ૫૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧૦,૫૦૦ ના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે ચોરાઉ ઘડિયાળ સહિતના મુદ્દામાલ સાથે હાલમાં સોહીલ સત્તારભાઇ ભાણુ રહે કલ્યાણપુર તાલુકો ટંકારા અને દિનેશ નાનજીભાઇ જાદવ રહે ટંકારાી વાળાની  ધરપકડ કરેલ છે અને આ ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે








Latest News