ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તંત્ર અને લોકોને મદદ માટે તૈયારી દર્શાવી


SHARE











મોરબીમાં જલારામ મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે તંત્ર અને લોકોને મદદ માટે તૈયારી દર્શાવી

આગામી તા.૧૪ અને ૧૫ એમ બે દિવસમાં કોઈપણ સમયે બીપરજોય વાવાઝોડું લેન્ડફોલ કરે અને તેની અસરના ભાગરૂપે મોરબીના દરિયાકાંઠા સહિત જિલ્લામાં ભારેથી અતીભારે વરસાદ થાય તેમજ ભારે પવન ફુંકાઇ તેવા સંજોગો દેખાઈ રહ્યા છે તેવામાં મોરબીનું વહીવટી તંત્ર તો સજ્જ છે જ પણ તેની સાથે સાથે સામાજિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ પોતાની સામાજિક જવાબદારી સમજીને આગળ આવેલ છે.જેમાં મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર આવેલા જાણીતા જલારામ મંદિર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી સમયમાં જ્યારે પણ વાવાઝોડું આવે અને તેના પગલે જો મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ લોકોને સ્થળાંતરિત કરવાના થાય તો તેવા લોકોના બંને ટાઈમના ભોજનની વ્યવસ્થા જલારામ મંદિર તરફથી કરી આપવામાં આવશે પરંતુ તે માટે તંત્ર દ્વારા બે કલાક અગાઉ સંખ્યાની જાણ કરવી જરૂરી બનશે.જો બે કલાક અગાઉ જાણ કરવામાં આવશે તો ગમે તેટલા લોકો હશે તે તમામની ભોજન વ્યવસ્થા મોરબી જલારામ મંદિર કરી આપશે તેમ અહીંના ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઇ કક્કડ તથા જલારામ મંદિરના સંચાલકોએ જણાવેલ છે.

તેમજ વિશ્વ હિન્દૂ પરિષદ તેમજ બજરંગદળ મોરબી જીલ્લો દ્રારા પણ જરૂર પે મદદ કરવા જણાવેલ છે.હાલના સંજોગોમાં કુદરતી આપતકાલીન પરિસ્થિતિ ગુજરાતના મોરબી, પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્છ જીલ્લામા વ્યાયક પ્રમાણમાં વાવાઝોડુ આવશે તેવા હવામાન વિભાગના રિપોર્ટ છે.કુદરતી આપત્તિ વખતે માનવ બની જાય લાચાર છે.આવા સંજોગોમાં કર્મઠ સમર્પી કાર્યકરોના નાતે સામાજીક દાયિત્વ બનતુ હોય રાષ્ટ્રીય આપત્તિકાલમા દરેક કાર્યકરો ત્યાં ના સમાજના બધા જ લોકોને જોડીને જરૂરિયાતમંદ લોકોની યોગ્ય વ્યવસ્થા થાય તે માટે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ મોરબી જિલ્લા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવેલ છે.વિહીપ તેમજ બજરંગદળની ટીમ સતત આવી વિકટ પરિસ્થિતિમાં જરૂર પડશે તો મોરબી જિલ્લાની તમામ જનતાની મદદ માટે કાર્યશીલ રહેશે.માહીતી કે મદદ માટે કમલભાઈ દવે મો.૯૫૯૫૬ ૮૮૮૮૮, ભાવિકભાઈ ભટ્ટ મો.૯૬૮૭૫ ૧૯૮૯૮, કૃષ્પભાઈ રાઠોડ મો.૯૬૮૭૬ ૧૮૦૦૬, પુષ્પરાજસિંહ જાડેજા મો.૯૯૭૮૧ ૧૭૧૧૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News