મોરબીના યમુનાનગરમાં બંધ મકાનમાંથી દાગીના-રોકડ મળીને ૫૦ હજારના મુદામાલની ચોરી
SHARE
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં યમુનાનગર શેરી નંબર-૫ માં રહેતા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ કબાટનું તાળું તોડીને તેમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ મળીને ૫૦ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલી મહિલાએ બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ યમુનાનગર શેરી નંબર-૫ માં રહેતા વૃતિબેન મુકેશભાઈ વિઠવણી જાતે લોહાણા (ઉમર વર્ષ ૨૫)ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તેના દરવાજાનાં તાળાં તોડયા બાદ ઘરમાં પ્રવેશ કરીને લાકડાના કબાટની તિજોરીને તોડવામાં આવી હતી અને તેમાંથી સોનાનો એક ચેન અને સોનાની બે બુટ્ટી આમ કુલ મળીને સોનાના દાગીના તેમજ રોકડ પાંચ હજાર આમ કુલ રૂપિયા ૫૦૦૦૦ના મુદ્દામાલની ચોરી કરવામાં આવે છે જેથી કરીને પોલીસે ભોગ બનેલ મહિલાની ફરિયાદ લઈને હાલમાં ચોરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે