મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે આકસ્મિક સંજોગોમાં માટે વિવિધ ટીમો સ્ટેન્ડ બાય


SHARE









મોરબીના આમરણ ગામે આકસ્મિક સંજોગોમાં માટે વિવિધ ટીમો સ્ટેન્ડ બાય

સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે સમગ્ર મોરબી જિલ્લા વહીવટીતંત્ર સાબદું બન્યું છે. જિલ્લાના અધિકારીઓ દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામો તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લઈ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે તેમજ લોકોને સુરક્ષા અર્થે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ મોરબીના આમરણ ગામની મુલાકાત લઈ આમરણ પી.એચ.સી. ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ તેમજ સ્થાનિક અધિકારી કર્મચારી તેમજ ગ્રામજનો સાથે બેઠક કરી હતી.

આ બાબતે ડી.એ. ઝાલાએ જણાવ્યું હતું કે, મોરબી તાલુકામાં દરિયાકાંઠા નજીકમાં ૦ થી ૫ કિલોમીટરના અંતરમાં આવતા હોય એવા ત્રણ ગામ છે. ઝીંઝુડા, રામપર (પાડાબેકર) અને ઉટબેટ સામપર. ઉટબેટ સામપર નજીક ઢુઈ વિસ્તાર છે ત્યાં જત લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. જેમને ઉટબેટ સામપરની પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ઝીંઝુડા ખાતેના સોલ્ટ પાનના ૩૫ જેટલા મજૂરોને સરકારી હોસ્ટેલ ખાતે તેમજ ૧૦ જેટલા મજૂરોને પ્રાથમિક શાળા ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે. રામપર (પાડાબેકર)માં જેમના નળિયાવાળા મકાન હોય તેવા ૧૦૦ જેટલા ઘરને આઇડેન્ટીફાય કરી જેમને સગા-વાલાને ત્યાં રોકાવું હોય તેમને ત્યાં અથવા અન્યને આમરણ કે આસપાસ આશ્રયસ્થાનો ખાતે સ્થળાંતર કરવામાં આવનાર છે. રેપિડ રિસ્પોન્સ સેન્ટર અન્વયે વિવિધ વિભાગના અધિકારીઓની એક ટીમ આમરણ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આકસ્મિક સંજોગોમાં તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટે આ ટીમો રાખવામાં આવી છે. આ ઉપરાંત ૧૨ જેટલા સેલ્સ ટેક્ષના અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ ૮ જેટલા ગામોમાં કોઈપણ મદદ પહોંચાડી શકાય તે માટે તલાટી-મંત્રી તેમજ ક્લાસ-૨ કક્ષાના અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. 




Latest News