ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં વૃદ્ધનું મોત


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતમાં વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠે આવેલા મહેન્દ્રનગર ગામે મહેન્દ્રનગર ચોકડીથી સીએનજી પંપ તરફ જતા રસ્તે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં મોપેડને ડમ્પરના ચાલકે હડફેટે લેતા કોળી વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના દેરાળા ગામે આવેલા જખવાડા હનુમાન મંદિર ખાતે રહેતા લક્ષ્મણભાઇ ટીડાભાઇ ગણેસીયા જાતે કોળી (ઉમર ૭૫) નામના વૃદ્ધનો મહેન્દ્રનગર ચોકડીએ સીએનજી પમ્પ પાસે વાહન અકસ્માત થતા તે બનાવમાં લક્ષ્મણભાઇનું ઘટના સ્થળે મોત નીપજયુ હતુ અને તેમના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવતા ત્યાંથી બનાવ અંગે જાણ થયેલી હોય હાલ ઉપરોક્ત બનાવ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.પ્રાથમિક માહિતી મુજબ મૃતક લક્ષ્મણભાઇ ગણેસીયા તેમનું મોપેડ લઇને મહેન્દ્રનગર ચોકડી પાસેથી સીએનજી પમ્પ નજીકથી જતા હતા ત્યારે તેઓને કોઇ ડમ્પરના ચાલકે હડફેટે લેતી સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં લક્ષ્મણભાઇ ટીડાભાઇ ગણેસીયા જાતે કોળી (ઉમર ૭૫) રહે.દેરાળા નામના વૃદ્ધનું મહેન્દ્રનગર ચોકડી પાસે મોત નિપજયુ હતુ.જેના પગલે તેમના ડેડબોડીને અત્રે સિવિલે લવાતા હાલ બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.મૃતકના પુત્ર ઘનશ્યામભાઇએ ફરીયાદ નોંધાવવા તજવીજ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના લખધીરનગર (નવાગામ) રહેતો હાર્દિક હસમુખભાઈ દેત્રોજા નામનો ૨૫ વર્ષનો યુવાન વાહન અકસ્માતમાં ઇજા પામતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે લીલાપર રોડ ઉપર સોમનાથ પેપરમીલ અને મહાકાળી ફાર્મની વચ્ચેથી બાઇક લઈને જતા સમયે હાર્દિક દેત્રોજા અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા તેને સારવારમાં લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામ નજીક રહેતા નટવરભાઈ અર્જુનભાઈ ભાંભોર નામના ૨૮ વર્ષીય યુવાને રાત્રિના દસેક વાગ્યાના અરસામાં તેના ઘરે ઘરના કોઈ ટેન્શન બાબતે ઉંદર મારવાની દવા પી લેતા તેના સાઢુ રાજેશભાઈ દ્વારા સારવાર માટે સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો.હાલ બનાવ અંગે જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News