મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ, રાજપૂત કરણી સેના, આરએસએસ દ્રારા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા


SHARE









મોરબી પરશુરામ યુવા ગ્રુપ, રાજપૂત કરણી સેના, આરએસએસ દ્રારા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

સંભવિત ‘બિપોરજોય’ વાવાઝોડાને લઇને વહીવટી તંત્ર દ્રારા તમામ તૈયારીઓ તો કરવામાં જ આવેલ છે તેમ છતાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા પણ લોકોને મદદરૂપ થવા હેલ્પલાઇન નંબરો જાહેર કરવાં આવી રહ્યા છે.જેમાં હવે અહીંના શ્રી પરશુરામ યુવા ગ્રુપ અને રાજપૂત કરણી સેનાએ પણ લોકોની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબીના જણાવ્યા મુજબ, હાલ વાવાઝોડાની પરિસ્થિતિ બને તેવા સંજોગો ઉભા થયા છે ત્યારે સામાજીક જવાબદારીના ભાગરૂપે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવા માટે શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી જિલ્લા દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવેલ છે.મુશ્કેલીની પરિસ્થિતિમાં સંપર્ક કરવા માટે પ્રમુખ અતુલભાઇ જોષી (મો.૯૯૨૫૪ ૮૬૯૯૯), મહામંત્રી જયદિપભાઇ મહેતા (મો.૯૭૨૭૭ ૧૬૧૭૬), મહામંત્રી નયનભાઇ પંડયા (મો.૯૮૨૪૯ ૯૬૧૬૩), ઉપપ્રમુખ કમલભાઇ દવે (મો.૯૯૦૯૦ ૦૯૦૨૭), ઉપપ્રમુખ મહીપભાઈ દવે (મો.૯૧૫૭૪ ૫૬૭૮૯), ઉપપ્રમુખ રૂષિભાઇ મહેતા (મો.૭૪૦૫૪ ૦૦૯૯૯) નો સંપર્ક કરવા શ્રી પરશુરામ યુવા ગ્રુપે યાદીમાં જણાવેલ છે.

શ્રી રાજપૂત કરણી સેના

શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા ટિમ દ્વારા મોરબી શહેર તેમજ જિલ્લામાં રહેતા નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે. બીોરજોય વાવાજોડાની પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની આપતકાલીન પરિસ્થિતિ સર્જાય હેલ્પલાઇન નંબર મનોજસિંહ જાડેજા (મો.૭૮૬૧૦ ૯૧૯૬૫), જયદેવસિંહ જાડેજા (મો.૯૭૨૭૭ ૯૯૯૯૧), અશોકસિંહ ચુડાસમા (મો.૯૯૦૯૮ ૧૦૭૧૦), યુવરાજસિંહ રાણા (મે.૯૮૭૯૫ ૨૨૩૦૦) અથવા અશોકસિંહ ઝાલા (મો.૯૮૭૯૦ ૮૮૮૭૫) ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

આરએસએસ

આરએસએસ દ્વારા ચાલતાં સેવા બસ્તી પ્રકલ્પોમાં મોરબી લાલબાગ ઉપનગર હેઠળ શ્રી મહાત્માગાંધી વિદ્યાલય આસપાસનાં વિસ્તારમાં (ત્રાજપર ખારી, શોભેશ્વર રોડ ઝુંપડપટ્ટી, જુના ઘુંટ્ટુ રોડ, શ્રી વેલનાથ સેવા બસ્તી ક્રમાંક -૭ કાર્યરત છે.જેમાં સ્વયંસેવકો દ્વારા પ્રસંગોચિત તથા કુદરતી આપદાઓ વખતે સામાન્યજનો માટે જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવે છે.હાલમાં વાવાઝોડાની જે અસર મોરબી જિલ્લામાં વર્તાવાની છે તેમાં સાવચેતીનાં પગલાં રૂપે ઈમરજન્સી સેવા સહાયતા કેન્દ્રો કાર્યરત રહેશે ‌એ અનુસંધાને શ્રી મહાત્માગાંધી વિદ્યાલય મોરબી -૨ ખાતે આસપાસની વસ્તીનાં અસરગ્રસ્તોને સહાયતા માટે તા.૧૫-૬ સુધી સેવા કેન્દ્ર કાર્યરત રહેશે જેના માટે મોરબી જિલ્લા સેવા કાર્યવાહ રણછોડભાઈ કુંડારીયા (મો.૭૮૭૪૬ ૦૫૬૦૪), લાલબાગ ઉપનગર સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા (મો.૯૮૨૫૬ ૪૮૬૯૩) અથવા લાલબાગ ઉપનગર સહ સેવા પ્રમુખ લલીતજી પાંડે (મો.૯૮૨૫૭ ૪૨૩૩૩) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

 






Latest News