ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

૨૦૦૦ લારી-ગલ્લાંના દબાણ વચ્ચે મોરબીવાસીઓના ખીસ્સા ટ્રાફીક રેગ્યુલેશનના નામે થશે હળવા, વન નેશન વન ચલાન સીસ્ટમથી ઇ-ચલણ ઇસ્યુ કરવાનું શરૂ..!


SHARE







૨૦૦૦ લારી-ગલ્લાંના દબાણ વચ્ચે મોરબીવાસીઓના ખીસ્સા ટ્રાફીક રેગ્યુલેશનના નામે થશે હળવા, વન નેશન વન ચલાન સીસ્ટમથી ઇ-ચલણ ઇસ્યુ કરવાનું શરૂ..!

સમગ્ર ગુજરાતની સાથે સાથે મોરબીમાં પણ 'વન નેશન વન ચલન' સિસ્ટમ અમલમાં મુકવામાં આવી હોવાનુ જાણવા મળેલ છે.જેમાં સીસીટીવી કેમેરાઓના દ્વારા ટ્રાફિક નિયમના ભંગ કરનારાઓના ઘરે ઈ-ચલણ મોકલવામાં આવશે જે આવકારદાય છે પરંતુ તે ત્યારે જ આવકારદાય ગણાય જ્યારે મુખ્ય માર્ગો ઉપરના લારી-ગલ્લા અને પાથરણાના તેમજ અન્ય દબાણો ન હોય પરંતુ આજની તારીખે મોરબીના મુખ્ય માર્ગો ઉપર ૨૦૦૦ જેટલા લારી-ગલ્લા અને પાથરણાના દબાણ છે.માત્ર નાગર દરવાજા ચોકમાં જ ૫૦ લારીના દબાણ છે.તેવામાં ઈ-ચલણ કેટલા અંશે યોગ્ય..? તે સવાલ ઉભો થાય છે. એટલે કે જે લોકો સરકારને ફદીયુ પણ આપતા નથી તે મુખ્ય માર્ગો ઉપર દબાણ કરે અને જે સરકારને ટેક્સ આપે તે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના નામે દંડો ફટકારવામાં આવે આ નીતિ કેટલા અંશ યોગ્ય છે..?

ગુજરાત રાજ્યના દરેક મુખ્ય શહેરોમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવેલ છે.આ કેમેરા મારફતે મોરબી પોલીસ દ્વારા કેમેરાનું મોનીટરીંગ કરી મોરબી શહેર વિસ્તારમાં ટ્રાફીક નિયમના ભંગ કરતા લોકોને તા.૧૫-૨ થી ઇ-મેમો(ઇ-ચલણ) આપવામાં આવી રહેલ છે.એનઆઇસી દ્રારા વિકસાવવામાં આવેલ વન નેશન વન ચલનને તા.૧૩-૬ થી અમલમાં મુકવા આદેશ થયેલ હોય તે અનુસંધાને મોરબી જીલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને વન નેશન વન ચલન સીસ્ટમથી ઇ-ચલણ ઇસ્યુ કરવાની કામગીરી તા.૧૩-૬ થી શરૂ કરવામાં આવેલ છે.જેમાં નીચે મુજબની કાર્યવાહી થનાર છે.ટ્રાફિક નિયમના ભંગ બદલ ઇ-ચલણ જનરેટ થયેથી વાહન માલિકને મોબાઇલ નંબર પર એસએમએસથી જાણ થશે.તેમજ પોસ્ટ મારફતે વાહન માલીકના સરનામા ઉપર ઇ-ચલણ મોકલવામાં આવશે.

ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણના દંડના નાણા વાહન માલિક ઓનલાઇન ભરી શકશે. ઓનલાઇન: https://echallan.parivahan.gov.in વેબસાઇટ પરથી ઓનલાઇન (નેટ બેન્કીગ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, યુપીઆઇ) વિગેરેથી ભરી શકાશે.ટ્રાફિક નિયમના ભંગ બદલ મળેલ ઇ-ચલણનો દંડ ૯૦ દિવસમાં ભરવાનો રહેશે. ૯૦ દિવસમાં દંડ નહીં ભરનાર વાહન માલિકનું ઇ-ચલણ આપમેળે વર્ચ્યુલ કોર્ટમાં આગળની કાર્યવાહી માટે જતું રહેશે. ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.ઇ-ચલણનો દંડ ભરવાનો બાકી હશે તો આરટીઓ કચેરી ખાતે વાહન રજીસ્ટ્રેશનની કામગીરી થઇ શકશે નહી. જેની તમામે ખાસ નોંધ લેવા અપીલ કરવામાં આવે છે.






Latest News