મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE









પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજેલ છે.મોરબી પોલિસએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલિસને જાણ કરેલ છે.

બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકાના કડિયાણા ગામે ઇશ્વરભાઈ ભીમાણીની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયેલ સમીર શંકરભાઇ નાયક નામના ૩૯ વર્ષના યુવાનને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેનું અહીં ટૂંકી સારવાર બાદ મોત નીપજેલ છે.મોરબી સિટિ એ ડીવીઝનના હરેશભાઈ ચાવડાએ પ્રાથમીક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલિસને જાણ કરતાં હળવદ પોલિસએ બનાવના કારણ બાબતે આગળની તપાસ ચાલુ કરેલ છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જોકે સાચું કારણ હળવદ પોલીસની તપાસ બાદ સામે આવશે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા હર્ષદભાઈ બચુભાઈ ભીમાણી નામના ૪૭ વર્ષના યુવાનને ગામમાં વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.હર્ષદભાઈ ભીમાણી ગામમાં બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં તેમને ઈજા પહોંચી હતી.જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ રવાપર નદી ગામે રહેતા ગણેશ કનુજી ભીલ નામના ૩૩ વર્ષના યુવાનને ગામની અંદર કામ દરમિયાન વીંછી કરડી જતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રહેવાસી સંજયભાઈ મધુકરભાઈ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સૂરજબાગ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.




Latest News