મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 


SHARE









મોરબીના અણીયારી ગામે સરપંચનો દીકરો મનમાની ચાલવી ધમકાવતો હોવાની કલેક્ટર-એસપીને રજૂઆત: આંદોલનની ચીમકી 

મોરબી તાલુકાનાં અણીયારી ગામે પછાત વર્ગને સુવિધાઓ આપવામાં અન્યાય કરીને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવામા આવતો હોવાની રજૂઆત કરવામાં આવી છે અને ગામના મહિલા સરપંચનો દીકરો જ બધો વહીવટ કરતો હોવાથી તે પછાત વર્ગના લોકોને ધમકાવે છે અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખે છે તેવી કલેક્ટર અને એસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે અને જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

હલમ અણીયારી ગામે રહેતા હસમુખભાઈ જીલુભાઈ ગડેશિયા સહિતના લોકોને કલેક્ટર અને એસપીને લેખિતમાં રજૂઆત કરલે છે જેમાં જણાવ્યુ છે કે, અણીયારી ગામના મહિલા સરપંચનો દીકરો જ પંચાયતનો વહીવટ કરે છે અને પછાત વર્ગના લોકોની સાથે રાગદ્રેષ રાખીને મૂળભૂત અધિકારો અને સરકારી યોજનાથી તેને સરપંચનો દીકરો વંચિત રાખે છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે અને રોડ રસ્તા, ભૂગર્ભ, ૧૦૦ વારના પ્લોટ સહિતની બાબતોમાં અન્યાય કરવામાં આવે છે અને પછાત વર્ગના લોકોની સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરવામાં આવે છે જેથી કરીને પછાત વર્ગના લોકોને સુવિધા ન આપીને ધમકાવતાં સરપંચના દીકરાની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગમી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News