મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

ટંકારાના અમરાપર ગામેથી ગુમ થયેલ યુવતીની કૂવામાંથી લાશ મળી


SHARE









ટંકારાના અમરાપર ગામેથી ગુમ થયેલ યુવતીની કૂવામાંથી લાશ મળી

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા અમરાપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની યુવતી છેલ્લા બે દિવસથી ગુમ થઈ ગઈ હતી અને ત્યારબાદ જે વાડીમાં તે કામ કરતા હતા તેની બાજુની વાડીના કૂવામાંથી તે યુવતીની લાશ મળી આવી છે જેથી કરીને ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરીને મૃતક યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટમાં લઈ જવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના ઉમરબેડ ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના અમરાપર ગામે યુનુસભાઈ બાદીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ફોડારીયાભાઈ તોકડિયાની દીકરી બાયલીબેન (૧૭) છેલ્લા બે દિવસથી વાડીએથી ગુમ થઈ ગઈ હતી અને તેને શોધવા માટે પરિવારના સભ્યો સહિતના તજવીજ કરી રહયા હતા દરમિયાન જે વાડીમાં તે લોકો કામ કરતા હતા તેની બાજુમાં હુસેનભાઇ બાદીની વાડી આવેલ છે જેના કૂવામાંથી બાયલીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ કરતા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. સીદીકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટ ખસેડવામાં આવેલ છે




Latest News