મોરબીની અવની ચોકડીએ ખાત મહુર્ત કરેલ કામ ચાલુ કરવાનું મહુર્ત કયારે ?
SHARE
મોરબીની અવની ચોકડીએ ખાત મહુર્ત કરેલ કામ ચાલુ કરવાનું મહુર્ત કયારે ?
મોરબીની અવની ચોકડીએ ખાત મહુર્ત કરેલ કામ હજુ ચાલુ કરવામાં આવ્યું નથી જેથી કરીને તાજેતરમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આ મુદે ચીફ ઓફિસરને રજૂઆત કરીને કામ ચાલુ કરવાની માંગ કરેલ છે સાથોસાથ ખાતમહુર્ત કર્યા પછી કેટલો સમય સુધીમાં કામ ચાલુ કરવાનો નિયમ હોય છે ?, આ ખાત મહુર્તનો ખર્ચ ક્યાં હેડે ઉધારવામાં આવતો હોય છે ? તે સહિતની માહિતી પણ માંગવામાં આવી છે
મોરબી નગરપાલિકા ની હદ માં આવેલ અવની ચોકડી પાસે વરસાદ ના પાણી ના નિકાલ નો પ્રશ્ન ઉકેલવા માટે અવની સોસાયટી થી અવની ચોકડી સુધી પાઈપ લાઈન નું કામ નગર પાલિકા માં મજુર થયેલ છે. તેવું જાણવામાં આવેલ છે. આ કામ નું ખાતમુહરત મોરબી ના ધારા સભ્ય દ્વારા કરવામાં આવેલ છે. આ ખાતમુહરત ને ઘણો સમય થવા આવેલ છે. પરંતુ હજુ સુધી આ કામ ચાલુ કરવામાં આવેલ નથી. સ્થાનિક લોકો દ્વારા પુછાઈ રહેલ અમારા નીચેના પ્રશ્નો ના જવાબ મળે ને માટે આપ શ્રી ને વિનંતી સાથે આ પત્ર લખી રહ્યો છું. કોઈ પણ સરકારી કામ નું ખાતમૂહરત ક્યારે કરવામાં આવે છે.?, ખાતમહુર્ત કર્યા પછી કેટલો સમય સુધીમાં કામ ચાલુ કરવાનો નિયમ હોય છે, આ ખાત મહુર્તનો ખર્ચ ક્યાં હેડે ઉધારવામાં આવતો હોય છે ?, મોરબી નગર પાલિકામાં છેલ્લા બે વર્ષમાં આવા કેટલા ખાતમુહરત કરવામાં આવેલ છે.મોરબી નગર પાલિકામાં છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલ ખાત મૂહર્ત માંહેના કેટલા કામ ચાલુ કરવામાં આવ્યા છે, અને તે માહેના કેટલા કામ પૂર્ણ થયા કેટલા હજુ ચાલુ છે,અને કેટલા ચાલુ કરવાના પણ બાકી છે,આ અવની ચોકડીના જે કામનું ખાત મુહરત કરેલ છે તે ક્યારે ચાલુ કરવામાં આવશે..?
આ કામની એજન્સી ને આપેલ વર્કઓડર ની નકલ પણ આપશો, આ કામ ની સમય મર્યાદા કેટલી છે.? આ કામ માં વપરાનાર પાઈપ માં કેટલા પાણી નો જથો વાહન કરવાની ક્ષમતા હશે ? જો કોન્ટ્રકાટર સમય મર્યાદામાં કામ નો કરે તો નગરપાલિકા તેને કેટલો દંડ કરી શકે તેની મહાત્મ મર્યાદા કેટલી. અન્ય શું.? પગલા લઈ શકે ? જો કામ ચાલુ નહોતું કરવાનું તો ખાતમુહરત વહેલું કરવાનું કારણ શું? લોકો ને મુર્ખ બનાવવા ? ચોમાસા માં લોકો ફરિયાદ નો કરે તે માટે? લોકો ની સુવિધા માટેના કામો માં ખાતમુહરત કરી ને પછી કામો ચાલુના કરવાના કારણો શું? આમજ જાહેરાતો કરીને લોકોને મુર્ખ બનાવવાની આવી કામગીરી ક્યાં સુધી ચાલુ રહેશે. લોકોના ટેક્ષના પૈસા થી થતા કામમાં રાજકીય માણસે માટે આવા દેખાડાના ખર્ચા ઓ શા માટે ?ઉપરોક્ત પ્રશ્નોના જવાબો તાત્કાલિક આપવા તેમજ આ કામ પણ તાત્કાલિક ચાલુ કરવા અને સમય મર્યાદામાં પૂરું કરવા માટે અમારી માંગણી છે. અને જો આમાં કોઈ ની પણ બેદરકારી હોય તો તે બેદરકારી દાખવનાર જે પણ હોય તેની સામે કાયદેસર દંડાત્મક પગલા લેવા અમારી માંગણી છે.જો આવું કરવામાં નહી આવે અને આમજ લોકો ને મુર્ખ બનાવવા માં આવશે તો અમારે ના છૂટકે લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.તેમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ યાદી માં જણાવેલ છે.