મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

હળવદના ઢવાણા ગામના અરજદારના પ્રશ્રનું નિરાકરણ લાવી આંગણામાંથી ઇલેકટ્રીક થાંભલો દુર કરાયો


SHARE









હળવદના ઢવાણા ગામના અરજદારના પ્રશ્રનું નિરાકરણ લાવી આંગણામાંથી ઇલેકટ્રીક થાંભલો દુર કરાયો

મોરબી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હળવદ તાલુકાના ઢવાણા ગામના અરજદારશ્રી વેરસીભાઇ વેલાભાઇ કુંભારના તેમના રહેણાંકના મકાનના દરવાજાની વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવા બાબતના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

તેમના પ્રશ્નનો હકારાત્મક નિકાલ થતા હર્ષભેર વેરસીભાઈ જણાવે છે કે, “મારા આંગણામાં આવવા જવામાં નડતરરૂપ બને એવી જગ્યાએ બરોબર વચ્ચે થાંભલો હતો. આ થાંભલો હટાવવો ખૂબ જરૂરી હતો. આ થાંભલો હટાવવા માટ મે પેલા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી હતી પણ તેમણે રજૂઆત ધ્યાને ન લેતા આ પ્રશ્ન સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યો હતો જેમાં કલેક્ટરશ્રીની સુચના અનુસાર મારા આંગણામાંથી એ નડતરરૂપ થાંભલો હટાવી દેવામાં આવ્યો છે. જેથી હું કલેક્ટરશ્રી અને સરકારનો આભારી છું. આ સ્વાગત કાર્યક્રમ શું કહેવાય એની તો મને ખબર ન પડે પણ જે હોય અમારા જેવા નાના માણસોના નાના-મોટા પ્રશ્નોને ધ્યાને લઈ તેનું નિરાકરણ કરવામાં આવે છે તે મહત્વનું છે” ગત ૨૨/૦૬/૨૦૨૩ના રોજ જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાના કુલ ૯ જેટલા પ્રશ્નો રજુ થયા હતા જે તમામ પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હળવદ તાલુકાના ઢવાણા ગામના અરજદાર વેરસીભાઇ વેલાભાઇ કુંભાર દ્વારા તેમના રહેણાંકના મકાનના દરવાજાની વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવા બાબતનો પ્રશ્ન રજુ કર્યો હતો. અરજદાર દ્રારા ઇલેક્ટ્રીક થાંભલો દૂર કરવા માટે પી.જી.વી.સી.એલ કચેરી હળવદને અવાર-નવાર રજુઆત કરી હતી તેમ છતાં આ પ્રશ્ન પ્રત્યે કોઇ ધ્યાન ન આપતા જિલ્લા સ્વાગતમાં આ પ્રશ્ન લેવા રજુઆત કરવામાં આવી હતી. જે અન્વયે આ પ્રશ્ન જુન-૨૦૨૩ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લઇ સંબંધિત પી.જી.વી.સી.એલ. વિભાગને કલેકટર દ્રારા તાત્કાલીક અરજદારના પ્રશ્નનું નિરાકરણ કરવા જરૂરી સુચના આપતા પી.જી.વી.સી.એલ. વિભાગ દ્વારા અરજદારના રહેણાંકના દરવાજા વચ્ચે આવેલ ઇલેકટ્રીક થાંભલો દૂર કરવામાં આવ્યો છે.




Latest News