મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લી ૨૪ કલાકમાં પોણા ઇંચથી લઈને સવા ત્રણ ઇંચ વરસાદ: હજુ પણ વરસાદના એંધાણ


SHARE









મોરબીમાં છેલ્લી ૨૪ કલાકમાં પોણા ઇંચથી લઈને સવા ત્રણ ઇંચ વરસાદ: હજુ પણ વરસાદના એંધાણ

મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ દિવસથી મેઘરાજ મહેરબા થયા છે અને ધીમો વરસાદ વરસી રહ્યો છે દરમિયાન ગુરૂવારે સવારથી લઈને શુક્રવારે સવાર સુધીમાં ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે જો કે, સૌથી વધુ મોરબી શહેર અને તાલુકામાં સવા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયેલ છે અને હજુ પણ આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે જેથી કરીને સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે

મોરબી જીલ્લામાં ગઇકાલે આખા દિવસમાં મેઘરાજાએ ધીમીધારે બેટિંગ કરી હતી જેથી કરીને જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આખા દિવસમાં મોરબી શહેર અને તાલુકામાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલરૂમમાંથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં ૮૩ એમએમ, વાંકાનેર તાલુકામાં ૬૦ એમએમ, હળવદ તાલુકામાં ૩૯ એમએમ, ટંકારામાં તાલુકામાં ૨૨ એમએમ અને માળિયા તાલુકામાં ૧૮ એમએમ વરસાદ થયો છે જો સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મોરબી તાલુકામાં ૩૦૯ એમએમ, હળવદ તાલુકામાં ૧૩૭ એમએમ, ટંકારા તાલુકામાં ૨૦૫ એમએમ, વાંકાનેર તાલુકામાં ૨૦૦ એમએમ અને માળિયા તાલુકામાં ૧૨૩  એમએમ વરસાદ નોંધાયેલ છે અને હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તે જોતાં આજે પણ સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને જીલ્લામાં આજે પણ સારો વરસાદ વરસે તેવું દેખાઈ રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, સવા ત્રણ ઇંચ કરતાં વધુ વરસદમાં હાલમાં મોરબીના આલાપ રોડ આવેલ સુપર આલાપ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે જેથી કરીને  સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો છે આવી જ પરિસ્થિતી મોરબીની અવની ચોકડી પાસે પણ જોવા મળી રહી છે તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી વરસાદી પાણી ભરાયા છે અને વાહન ચાલકો સહિતના લોકો હેરાન થઈ રરહ્યા છે




Latest News