મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક આથડતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમનો બે દરવાજા દોઢ ફૂટ ખોલ્યા


SHARE









મોરબીના મચ્છુ-૩ ડેમનો બે દરવાજા દોઢ ફૂટ ખોલ્યા

મોરબી જીલ્લામાં ગઇકાલે સારો વરસાદ થયો હતો અને હાલમાં મચ્છુ નહીંમાં પાણીની આવક સારી છે ત્યારે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમના બે દરવાજાને દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ ડેમની નીચેના ભાગમાં આવતા મોરબી અને માળીયા તાલુકાનાં ૨૦ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી તાલુકાનાં સાદુળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના મચ્છુ-૩ ડેમમાંથી છેલ્લા ઘણા દિવસોથી લ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે, છેલ્લા ૨૪ કલાકમાં મોરબીમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને મચ્છુ નદી મારફતે હાલમાં મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક વધવા લાગી છે ત્યારી ડેમના બે દરવાજાને દોઢ ફૂટ ખુલ્લા રાખીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ૨૫૧૪ કયુસેક પાણીની આવકની સામે ડેમમાંથી ૨૫૧૪ કયુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે ત્યારે નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ-૩ નીચેના મોરબીના ૧૧  અને માળીયાના ૯ ગામના સરપંચો સહિતના આગેવાનોને જાણ કરીને મચ્છુ નદીના પટમાં લોકોની અવર જવર ન કરવા માટે એલર્ટ કરવામાં આવેલ છે




Latest News