મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

RapeMuktBharat માટે યુથ અગેઇન્સ્ટ રેપ ની અનોખી સિધ્ધી


SHARE









મોરબી: “ઉમલિંગ લા”  ૧૯,૩૦૦ ફીટ ઉપર સાઇકલથી પહોંચવા વાળા ભારતનો પ્રથમ નાગરિક બન્યા પિયુષ મોંગા

 વિશ્વનાં સૌથી ઊંચા મોટરેબલ પાસ “ઉમલિંગ લા”  પર પહોંચ્યા ટીમ “યુથ અગેઇન્સ્ટ રેપ” ના પીયૂષ મોંગા, યોગેશ રાવલ, અક્ષય ભગત, સુમિત ડાંગી, અને સંજય શ્રીકુમાર એમણે મિશન #RapeMuktBharat ની અંદર ૫૦૦૦૦  કિલોમીટર સાઇકલ દરમિયાન આ વિશ્વ વિક્રમ સર્જ્યો છે

બળાત્કારએ એવો વિષય છે જેના પર લોકો વાત કરવામાં ખચકાય છે, પણ આ સંગઠન (યુથ અગેઇન્સ્ટ રેપ) એ આ નેક કામ માટે એક ક્રાંતિકારી આંદોલન શરું કર્યું છે. આ યાત્રા બોર્ડર રોડ સંગઠન(BRO) , લેફટીનેન્ટ જનરલ રાજીવ ચૌધરી (બીઆરઓ મહાનિર્દેશક) , લેફટીનેન્ટ કર્નલ આલોક ઓસી અને ટીમ ૯૩ આરસીસીની મદદ થકી સંભવ થઈ શકી છે. ટીમ યુથ અગેઇન્સ્ટ રેપ તેઓના સતત માર્ગદર્શન અને પ્રેરણા માટે આભારી છે આ યાત્રા સરળ ન હતી કારણ કે “ઉમલિંગ લા” સમુદ્ર તટ થી ૧૯૩૦૦  ફીટ ઉપર છે આ જગ્યા માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ અને સિયાચીન ગ્લેશિયરથી પણ ઊંચી છે અહિયાંનો તાપમાન શિયાળા માં -૪૦  ડીગ્રી સેલ્શિયસથી પણ નીચું હોય છે અને ઓક્સિજન ૫૦% થી ઓછો થઈ જાય છે, એટલે જ અહીંયા ઓક્સિજન અને પાણીની ઓછપને કારણે સંગઠન સમૂહને માનસિક તેમજ શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે વચ્ચે માંદા પડ્યા છતાંય તે સ્થગિત ન થયા કારણ કે તેમના મનમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના દ્રઢ હતી અને એક સાચા ભારતીય હોવાનો ફરજ નિભાવ્યો. મોટરસાયકલ ગર્લ નામનાથી પ્રસિદ્ધ “કંચન ઉગુરસંડી” એ પુરે પુરી મદદ કરી હતી આ પાંચ યુવાનો એવા લોકો માટે પ્રેરણા બન્યા છે જે બળાત્કાર અને ખોટા આરોપો સામે અવાજ ઉઠાવવાનું વિચારી પણ સકતા નથી અને દેશના યુવાનો માટે “યુથ અગેઇન્સ્ટ રેપ” ની સાથે #RapeMuktBharat માટે એક પ્રેરણાસ્ત્રોત સાબિત થયો છે આ મિશનનો ભાગ બનવા http://www.yaifoundation.org આ લિન્ક ઉપરથી સંપર્ક  કરવા માટે જણાવ્યુ છે




Latest News