મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીની કપોરીવાડી શાળાના શિક્ષક પ્રફુલચંદ્ર રામાવતનો વિદાય સમારોહ સંપન


SHARE









મોરબીની કપોરીવાડી શાળાના શિક્ષક પ્રફુલચંદ્ર રામાવતનો વિદાય સમારોહ સંપન

મોરબી અત્રેની કપોરીવાડી પ્રાથમિક શાળાના શિક્ષક પ્રફુલ્લભાઈ રામાવત વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન તેમજ વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો હતો વિદાય સન્માન કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી દ્વારા સંગીતમય રજૂઆત કરી વિદાય થતા ગુરુજીને ગુરુઋણ અર્ઘ્ય અર્પણ કરવામાં આવેલ હતું ત્યારબાદ ગત વાર્ષિક પરીક્ષામાં પહેલા ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી તેમજ જ્ઞાનસેતુ શિષ્યવૃતિ ટેસ્ટમાં પાસ થઈ મેરીટમાં સ્થાન પામનાર ૨૦ વિદ્યાર્થીઓને મલાભાઈ કંઝારિયા તરફથી શૈક્ષણિક કીટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. શાળા પરિવારના  સ્ટાફ મિત્રો દ્વારા નિવૃત્ત થતા શિક્ષકને શ્રીફળ, સાકરનો પડો,મોમેન્ટ ભેટ,સન્માન પત્ર તેમજ સાલ ઓઢાડી અદકેરુ સન્માન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘએ પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતું આ તકે કિરીટભાઈ દેકાવડીયા, સંદીપભાઈ લોરીયા, દેવાયતભાઈ હેરભા, ચમનભાઈ ડાભી, મહાવીરસિંહ જાડેજા, બળદેવભાઈ નકુમ સહિતના બોહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ સાણંદિયા, આચાર્ય સુનિલભાઈ જોશી, બોપલિયા કિરીટભાઈએ કર્યું હતું




Latest News