મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાના નજીક ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના ઢુવા પાસે કારખાના નજીક ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા નજીક સિરામિક કારખાના પાસે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા ચોકડી પાસે આવેલ વરમોરા સીરામીક પાસે વિશાલ ઉર્ફે ગોપાલ ચન્નાભાઈ સાગઠીયા (૨૨) રહે. પલાસડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને ઝેરી અસર થતા પ્રથમ સારવાર માટે તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો જોકે, રાજકોટ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, યુવાને ક્યાં કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો છે તે દિશામાં હવે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. ઝાલા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીના લીલાપર રોડ ઉપર રહેતો ભરત રાયધનભાઈ છુસિયા (૩૮) નામનો યુવાન લીલાપર રોડ ઉપર આવેલ સંપ પાસે બાઈકમાંથી નીચે પડી જતા તેને ઇજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા સુરેશભાઈ જગદીશભાઈ બાંભણીયા (૭) નામના બાળકને વાડીએ હતો ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બાળકને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસ વિસ્તારનો હોવાથી હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી છે








Latest News