મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનો દશાબ્દિ મહોત્સવ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની હાજરીમાં યોજાયો


SHARE









મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રનો દશાબ્દિ મહોત્સવ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની હાજરીમાં યોજાયો

મોરબીના લક્ષ્મીનગર ગામે છેલ્લા ૧૦ વર્ષથી પ્રજ્ઞાચક્ષુ માટે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે ત્યારે તેના દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર યોજાયો હતો. જેમાં ધારાસભ્ય સહિતના લોકો હાજર રહ્યા હતા

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ માટે રહેવાની જે વ્યવસ્થા હાલમાં છે તે ઉપરાંત વધુ પ્રજ્ઞાચક્ષુ માટે નવું બિલ્ડીંગ દાતાઓના સહયોગથી હાલમાં બનાવવામાં આવી રહ્યું છે ત્યારે નવા બિલ્ડીંગ ખાતે દશાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મશ્રી હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર રાખવામા આવ્યો હતો તેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જંયતિભાઈ ભાડેશીયા, લક્ષ્મીનગરના સરપંચ બાલકૃષ્ણભાઈ, મોરબીની ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારે સંસાથના સંચાલક હાતીમભાઇએ જણાવ્યુ હતું કે, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં હાલ ૪૦ દંપતી રહી શકે તે માટે ફ્લેટ છે અને ૧૮૦ જેટલા પ્રજ્ઞાચક્ષુઓ ત્યાં રહે છે જો કે, હાલમાં આર્યવ્રત સ્કૂલ પાસે જ ૧૦૦ ફ્લેટનું કામ ચાલુ છે અને તે ૭ કરોડના ખર્ચે બનશે અને તેના માટે સૌથી વધુ એક કરોડનું દાન ડો. કુસુમબેન અમૃતલાલ દોશી તરફથી આપવામાં આવ્યું છે અને દાતાઓ તરફથી દાન સતત આપવામાં આવે છે આ કાર્યક્રમને સફળ બનાવવા હાતિમભાઈ રંગવાલા અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર મોરબીના પ્રમુખ હરિશભાઈ શેઠ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી




Latest News