મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખોખરા હનુમાન, જડેશ્વર મહાદેવ, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવાઈ


SHARE









મોરબી જિલ્લાના ખોખરા હનુમાન, જડેશ્વર મહાદેવ, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમે ગુરુપૂર્ણિમા ઉજવાઈ

મોરબી જિલ્લા ઘણા દેવસ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટાભાગના દેવા સ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી

ખોખરા હનુમાન
મોરબી નજીકના ખોખરા હનુમાન હરિહર ધામમાં મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગુરૂ પૂજન, ગુરૂ મહિમા સત્સંગ, સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ હતા ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કૈલાશ વિજયવર્ગીય, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરુ પૂજન કર્યું હતું

જડેશ્વર મંદિર
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં ગુરુપૂર્ણિમા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂર્ણિમા ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મંદિરે પુજન અને દર્શન સહિતનો લાભ લીધો હતો તેવું મંદિરના મહંત અને ટ્રસ્ટ વતી જીતેન્દ્રપ્રકાશજી ત્રિવેદીએ જણાવ્યુ છે

રામધન આશ્રમ
મોરબીના રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી માં ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભાવેશ્વરી માતાજીના શિષ્ય રત્નેશ્વરીબેન, મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ સ્થાનિક આગેવાનો અને સાયલા, ઇડર, રાજકોટ સહિતના સ્થળેથી ભક્તો આવ્યા હતા અને તમામે મહાપ્રસાદનો લાભ લીધો હતો તેવું મુકેશ ભગતે યાદીમાં જણાવ્યુ છે

શાંતિવન આશ્રમ
મોરબીના વીસીપરામાં ધોળેશ્વર સ્મશાન પાસે આવેલ સંત શિરોમણી કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમે દર વર્ષે ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી ત્યારે ગુરુપૂજન, કથા તેમજ રાત્રે સંતવાણીના કાર્યક્રમ યોજાયા હતા તેમજ બપોરે મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો હતો

ભીમનાથ મહાદેવ
મોરબી નજીકના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરુ પૂજના, દેવ પૂજન સહિતના કાર્યક્રમ યોજાયા હતા જેમાં મોટી  સંખ્યામાં લોકો જોડાયા હતા




Latest News