મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પંચાયતે નગરપાલિકા બનાવવા સર્વાનુમતે ઠરાવ


SHARE









ટંકારા તાલુકા પંચાયતે નગરપાલિકા બનાવવા સર્વાનુમતે ઠરાવ

મોરબીના જિલ્લાની મોરબી પાલીકાને કોર્પોરેશન બનાવવા માટે કવાયતો થઈ રહી હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી ને દરમ્યાનમાં હાલ રાજ્ય સરકારે આ બાબત ઉપર પાણી ઢોળ કરી દીધો છે જોકે મોરબીના ટંકારા તાલુકા પંચાયત દ્વારા ટંકારને નગરપાલિકા બનાવવામાં આવે તે માટે સર્વાનુંમતે ઠરાવ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.આર્ય સમાજના સ્થાપક શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારા વિશાળ વિસ્તારમાં અને વસ્તી ગિચતા સાથે અનેક પ્રાથમિક સમસ્યા સામે ઝઝુમી રહી છે જેનુ કારણ ગ્રામ પંચાયત હોવાથી ગ્રાન્ટ મર્યાદિત મળતી હોય સફાઈ,પાણી અને પ્રાથમિક સુવિધા શુન્ય સમાન છે. ત્યારે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં લોકોની લાગણી અને માંગણીને લઈને ટંકારા નગરપાલિકા બનાવવાની માંગનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સભામાં હાજર ચુંટાયેલા ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના સભ્યો દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો હતો અને સરકારમાં રજૂઆત કરી છે.

ટંકારા નગરપાલિકા બને તો વિકાસનો માર્ગ મોકળો થઈ બાગ બગીચા, ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, રમત ગમત મેદાન, ખાદ્ય પદાર્થોનુ ચેકીંગ, આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડ, અંગ કસરત માટે જીમ, નાની મોટી ઇવેન્ટ માટે મિટીંગ હોલ સહિત અઠળક સુવીધાઓ ટંકારાને મળે અને દેશ વિદેશમાં ખ્યાતનામ ટંકારામાંથી શહેરો તરફ પલાયન થતા પરીવાર માદરે વતનમા સ્થિર થઈ જન્મભૂમિ અને કર્મભૂમિ સાથે જોડાઈ રહેશે. 




Latest News