ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઇ


SHARE







મોરબીના નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ શિબિર યોજાઇ

મધુરમ ફાઉન્ડેશન દ્વારા મધુરમ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. મધુસુદન પારેખ તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના પ્રાણજીવન કાલરિયા તથા મોરબી ભારતીય કિશાન સંઘના પ્રમુખ જીલેશભાઇ કાલરિયાએ ઉપસ્થિત રહીને ૪૫૦ વિદ્યાર્થીઓને પર્યાવરણથી સર્જાયેલ આજની સમસ્યાનું નિરુપણ કરી, હવે શું કરવું જોઈએ તે બાબતે  વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલના પ્રમુખ પી.ડી.કાંજીયા, પ્રિન્સિપાલ વરુણ ભીલા, રાવલભાઈ તથા નવયુગ શૈક્ષણિક સંકુલનો અન્ય સ્ટાફગણ, પ્રભુભાઇ કડીવાર તથા મોરબી જિલ્લા પર્યાવરણ રક્ષક મિત્ર મંડળના હોદ્દેદારો ઉપસ્થિત હતાં. આ કાર્યક્રમમાં લોકભારતી વિદ્યાપીઠના પુર્વ નિયામક પ્રવિણચંદ્ર ઠકકર લિખિત પુસ્તક "જીવનની સાર્થકતા- સફળતાની સોનેરી ચાવીઓ" ની ૫૦૦ નકલનું કોલેજના વિદ્યાર્થીઓમાં વિતરણ કરાયું હતું અને આ સિવાય સગવડ ધરાવતા, વાવીને ઉછેર કરવા ઉત્સૂક વિદ્યાર્થીઓને ૧૦૦૦ ફળાઉ વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરાયું હતું જે વિદ્યાર્થીઓ શહેરમાં રહે છે અને જમીન ધરાવતા નથી તેવાં વિદ્યાર્થીઓને ઘરઆંગણે કે સાર્વજનિક પ્લોટમાં વાવેતર કરવા શાકભાજી કે ફૂલછોડ વગેરેના કુંડામાં વાવી શકાય તેવા બીજ વનસ્પતિ બીજબેંક મોરબી તરફથી ફ્રી આપવામાં આવ્યા હતા અને તે કોઈને જોઈતા હોય તો મોબાઇલ નંબર ૯૪૨૬૨ ૩૨૪૦૦ નંબર પર વોટ્સએપ કરવા જણાવ્યુ છે






Latest News