મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ૯૪ લાખ રૂપિયા વ્યાજે લેનારા પાસે પઠાણી ઉઘરાણી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં એકની ધરપકડ: ત્રણની શોધખોળ


SHARE











મોરબીમાં ૯૪ લાખ રૂપિયા વ્યાજે લેનારા પાસે પઠાણી ઉઘરાણી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં એકની ધરપકડ: ત્રણની શોધખોળ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા અને જમીન મકાનની દલાલી નું કામ કરતા યુવાને અલગ અલગ ચાર વ્યક્તિઓ પાસેથી સમયાંતરે પોતાને પૈસાની જરૂરિયાત હોય ૯૪ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે વ્યાજખોરોને લાખો રૂપિયાની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજખોરો દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને યુવાને ચાર શખ્સોની સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા અને જમીન મકાનની કામ કરતા મીઠાભાઈ ગોવિંદભાઈ સોનાગ્રા જાતે સતવારા(૪૭)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાલાભાઇ ગોવિંદભાઈ રબારી રહે વજેપર, લખમણભાઇ મેપાભાઇ રબારી રહે વાવડી રોડ ન્યુ ગાયત્રી નગર મોરબી, રાજુભાઈ બોરીચા રહે આનંદનગર મોરબી અને પબુભા દરબાર રહે આનંદનગર મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે સમયાંતરે તેને પૈસાની જરૂરિયાત હોવાથી લાલાભાઇ ગોવિંદભાઈ રબારી પાસેથી તેણે ૫૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે અત્યાર સુધીમાં ૬૦ લાખ જેટલી રકમ ચૂકવી આપી છે તો પણ તેની પાસેથી ૫૦ લાખની પેનલ્ટી સહિતની રકમ વસૂલ કરવા માટે થઈને વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે તેવી જ રીતે લખમણભાઇ મેપાભાઇ રબારી પાસેથી તેણે દસ લાખ રૂપિયા લીધા હતા જોકે તેની પાસેથી ૧૫ લાખ રૂપિયાનું લખાણ કરવામાં આવ્યું હતું અને તેની પાસેથી તે સમયે રાજકોટ ડિસ્ટ્રીક બેંકના કોરા ચેકમાં બળજબરીપૂર્વક સહી કરાવી લેવામાં આવી હતી અને આ રકમની સામે દરરોજનું ૧૨૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવવાનું થતું હતું અને તેણે ૬ લાખ ચૂકવી દીધા હોવા છતાં પણ પેનલ્ટી ગણીને તેની પાસેથી ૧૫ લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તેના ઘરે આવીને તેના પરિવારજનોને ગાળો આપીને મારા રૂપિયા નહીં આપે તો તમે જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવામાં આવી રહી છે.

તો રાજુભાઈ બોરીચા અને પબુભા દરબાર પાસેથી તેના મિત્ર બાલુભાઈ પટેલ મારફતે ૧૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને જેની સામે તેણે ચાર લાખ જમા કરાવ્યા હતા અને તેમાં ૯૦ હજાર રૂપિયા વ્યાજ હતું જો કે ત્યારબાદ ફરી તેને પૈસાની જરૂર પડતા આ બંને પાસેથી પાંચ લાખ રૂપિયા ૧૨ ટકા વ્યાજે લીધા હતા અને થોડા દિવસ બાદ ફરી રૂપિયાની જરૂર પડતા વધુ ત્રણ લાખ રૂપિયા લીધા હતા અને જેનું રોજનું ૧૦૦૦ રૂપિયા લેખે વ્યાજ ચૂકવવાનું હતું આમ પબુભા દરબાર અને રાજુભાઈ બોરીચા પાસેથી આ યુવાને ૧૯ લાખ રૂપિયા આજે લીધા હતા જેનું દર મહિને ૨,૦૧,૦૦૦ વ્યાજ ચૂકવતો હતો જોકે ત્યારબાદ આ યુવાનને આ શખ્સોએ લાતિ પ્લોટ મેઇન રોડ ઉપર ઓફિસ આવેલ છે ત્યાં બોલાવીને ધમકાવીને તારા મકાનનું લખાણ કરવું પડશે તેમ કહીને નકલંક હોસ્પિટલ પાસે આવેલ નોટરીની ઓફિસે લઈ ગયા હતા અને ત્યાં તેની પાસેથી મકાનનું નોટરી લખાણ કરાવી દીધેલ છે અને રાજકોટ ડિસ્ટ્રીક બેંકના તેમજ બીઓઆઇ ના કુલ મળીને આઠ કોરા ચેકમાં સહી કરાવી લીધેલ છે અને ઘરે આવીને તેમજ મોબાઇલ ફોન ઉપર બળજબરીથી વ્યાજના રૂપિયા ની ઉઘરાણી કરી ગાળો આપીને પરિવારને તથા તેને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં આ ગુનામાં રણજિત ઉર્ફે લાલો ગોવિંદભાઈ બાર જાતે રબારી (૩૮) રહે વજેપર શેરી નં- ૧૭ વાળા ની ધરપકડ કરેલ છે અને બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.






Latest News