મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરનાર બેલડી ઝડપાઇ


SHARE









મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરનાર બેલડી ઝડપાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ શેરી નં-૧ માં નિલકંઠ એપાર્ટમેન્ટ પાસે પાર્ક કરીને મુકેલ અતુલ ઓટો રીક્ષાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ૫૦ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી અંગેની ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરાઉ રિક્ષા સાથે બે શખ્સને ઝડપી લીધેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ દાઉદી પ્લોટ શેરી નં-૧ માં નીલકંઠ એપાર્ટમેન્ટના બ્લોક નં ૪૦૧ માં રહેતા મનીષભાઈ રમજાનભાઈ પંચવાણી જાતે ખોજા (૪૫) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના નીલકંઠ એપાર્ટમેન્ટ પાસે જાહેર રસ્તા ઉપર તા ૨૮/૬ ના રોજ પાર્ક કરીને મૂકી હતી અને રાતે ૨૨ થી બીજા દિવસે સવાર સુધીમાં કોઈ અજાણ્યા શખ્સે તેની અતુલ ઓટો એલટીડી કંપનીની લોડીંગ રીક્ષા જીજે ૧૩ વી ૭૪૦૧ ની ચોરી કરી હતી જેથી કરીને ૫૦ હજાર રૂપિયાની કિંમતની રીક્ષાની ચોરી થઈ હોવાની યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના તેજાભાઈ ગરચર અને હિતેશભાઈ ચાવડાને મળેલ બાતમીને આધારે વાવડી ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં છકડો રિક્ષા સાથે બે શખ્સને પકડવામાં આવ્યા હતા અને તેને દાઉદી પ્લોટમાંથી રિક્ષાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી જીતેશ સવાભાઈ દેલવાણીયા અને મુકેશ ભલાભાઈ દેલવાણીયા રહે, બંને વાવડી રોડ મોરબી વાળની પોલીસે ધરપકડ કરી હતી અને ચોરી કરેલ રીક્ષા પોલીસે કબજે કરેલ છે




Latest News