મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

વધુ પડતા મોબાઇલના વળગણનું પરિણામ: મોરબી જીલ્લામાં પતિએ સગા વ્હાલા સાથે ફોનમાં વાત કરવાની ના કહેતા પત્નીએ ઢીમ ઢાળી દિધુ


SHARE









વધુ પડતા મોબાઇલના વળગણનું પરિણામ: મોરબી જીલ્લામાં પતિએ સગા વ્હાલા સાથે ફોનમાં વાત કરવાની ના કહેતા પત્નીએ ઢીમ ઢાળી દિધુ

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, મૃતક યુવાનની હત્યાના ગુનામાં તેની પત્ની શંકાના દાયરામાં હતી અને તેને સગાવ્હાલા સાથે ફોનમાં વાત કરવાની તેનો પતિ ના પાડતો હોવાથી તેને જ હત્યા કરી હોય આરોપીની ધરપકડ કરેલ છે

 વર્તમાન સમયમાં મોબાઇલ અને સોશિયલ મીડિયાના વળગણ ના કારણે સમાજ માટે ચિંતાનું કહી શકાય તેવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે બનેલી છે જેમાં પતિએ મોબાઈલ ફોન ઉપર સગાવ્હાલા સાથે વાત કરવાની ના પાડતા તેની પત્નીએ તેને માથાના ભાગે લોખંડની કોસ વડે માર મારીને તેની હત્યા કરી નાખી હતી આ બનાવની જાણવા મળતી હોય તો પ્રમાણે મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના દંગાડીયા ફળીયાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે શાહિદભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા સુકુભાઈ ડુંગરસીંહ બામનીયા જાતે આદિવાસી (૩૪) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામે તેના ભાઈ રવીત ડુંગરસિંહ બામનીયા (૨૨)ની હત્યા કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જે ગુનામાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા હાલમાં મૃતકની પત્ની કરમભાઇ રવિતભાઇ બામનીયા જાતે આદિવાસી (૨૦)ની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે, હત્યાના આ બનાવમાં પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા માટે મૃતકની પત્ની દ્વારા અજાણ્યા શખ્સો દ્વારા તેના પતિની હત્યા કરવામાં આવી છે તેવી સ્ટોરી ઊભી કરવામાં આવી હતી જેથી કરીને તેના આધારે પહેલા ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે મકબુલભાઈની વાડીની વાડીએ રહીને તેનાથી નાનો ભાઈ સુરપસિંહ અને તેની પત્ની ભૂરબાઈ ત્યાં કામ કરતાં હતા અને તેનાથી નાનો ભાઈ રવિત બામણીયા તેની પત્ની કરમબાઈ સાથે ત્યાં આવ્યો હતો અને રાતે રવિત બામણીયા તેની પત્ની કરમબાઈ રૂમમાં સૂતા હતા અને સુરપસિંહ અને તેની પત્ની ભૂરબાઈ  સહિતના બાહર સૂતા હતા ત્યારે રૂમમાં આવીને કોઈ બે અજાણ્યા શખ્સે રવિતની કોઈપણ હથિયાર માથામાં મારીને હત્યા કરી નાખેલ છે જો કે, ફરિયાદી યુવાને મૃતકની પત્ની સામે પણ શંકા વ્યક્ત કરેલ હતી અને પોલીસે આગવી ઢબે તેની પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેને જણાવ્યું હતું કે એક મહિના પહેલા લગ્ન થયા હતા અને તેના સગાવ્હાલા તથા પરિવારજનો સાથે ફોનમાં વાત કરવાની તેનો પતિ ના પાડતો હતો અને પિતાના ઘરે જવાની ના પાડતો હતો જેથી કરીને તેની હત્યા કરી નાખી હોવાની કબુલાત આપેલ છે

 લગ્ન બાદ પરિવારજનો સાથે અને સગા વ્હાલા સાથે ફોન ઉપર વાત કરવાની ના પાડવા જેવી બાબતે અને દાંપત્ય જીવનમાં પણ તકરાર રહેતી હોય તેનાથી કંટાળીને પત્નીએ તેના પતિની માથામાં લોખંડની કોસ મારીને નિર્મમ હત્યા કરી નાખી હતી જે ગુનામાં હાલમાં પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરેલ છે અને તેના પાસેથી મોબાઇલ, સીમકાર્ડ તથા હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર વિગેરે કબજે લેવામાં આવ્યું છે કેવુ વાંકાનાેરના તાલુકા પીએસઆઇ બી.પી. સોનારા પાસેથી જાણવા મળી રહેલ છે જોકે વધુ પડતા મોબાઈલ અને સોશિયલ મીડિયાના વળગણ કારણે અવારનવાર આવા ચિંતાજનક બનાવો સામે આવતા હોય છે તેમાંથી સમાજને બોધ લેવો અનિવાર્ય છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી






Latest News