બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે સરકારી ખરાબાની જમીન ઉપરથી ડી.ડી.ઓ.ના આદેશથી દબાણ હટાવ્યૂ


SHARE









મોરબીના બગથળા ગામે સરકારી ખરાબાની જમીન ઉપરથી ડી.ડી.ઓ.ના આદેશથી દબાણ હટાવ્યૂ

મોરબી તાલુકાના બગથળા ગામે જરૂરિયાતમંદ લોકોને ૧૦૦ ચોરસ વાર પ્લોટની ફાળવણી કરી શકાય તે માટે સરકારી ખરાબાની જમીનમાં થયેલા દબાણોને હટાવવામાં આવ્યા હતા.

મોરબીના બગથળા ગામે અંદાજીત ૪ હેકટર જેટલી સરકારી ખરાબાની જમીનમાં જુનું દબાણ થયેલ હતું. આ દબાણોના કારણે બગથળા ગામના ૧૦૦ ચો.વાર પ્લોટ વિહોણા ૪૫ જેટલા લાભાર્થીઓને પ્લોટ/મકાન ફાળવવા માટે નવું ગામતળ નીમ કરવામાં મુશ્કેલી પડતી હતી. આ જરૂરિયાતમંદ લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની માટેની કામગીરી ઝડપથી થઇ શકે તે માટે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ લોકહિતાર્થે ત્વરિત નિર્ણય લઈ દબાણ હટાવવા માટેની કવાયત હાથ ધરી હતી. જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ મોરબી મામલતદારશ્રી (ગ્રામ્ય) અને મોરબી તાલુકા વિકાસ અધિકારીની સંયુક્ત ટીમ બનાવી અંદાજે ૪ હેક્ટર જેટલી સરકારી જમીનનું દબાણ હટાવી આ જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.




Latest News