મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ-રાજ્યમંત્રીને નવલખી ફાટક ખોલાવવા કરી રજુઆત


SHARE







મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ-રાજ્યમંત્રીને નવલખી ફાટક ખોલાવવા કરી રજુઆત

મોરબીના નવલખી ફટકે બાયપાસ રોડે ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે અને નીચેના ભાગે જે ફાટક હતી તેને બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને હજારો લોકોને હેરાન થવું પડે છે ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સાંસદ અને રેલ્વે રાજ્યમંત્રીને રજુઆત કરીને હાલમાં બંધ કરાયેલા નવલખી ફાટકને ખોલવા માટેની માંગ કરેલ છે.

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ હાલમાં સાંસદ વિનોદ ચાવડા તેમજ રેલ્વેના રાજયમંત્રીને નવલખી ફાટક બાબતે રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડે આવેલ ફાટક નં-૩૬ કે, જે રેલ્વે તંત્ર દ્વારા બંધ કરવામાં આવેલ છે. આ ફાટક બંધ થવાથી હજારો લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આજુબાજુના સોસાયટી વિસ્તાર અને જુદાજુદા ગામના લોકોની હલાકીને દૂર કરવા માટે અને કાયમી અવર-જવર કરતા લોકોની સુવિધા માટે આ ફાટકને ખોલવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને રેલ્વે તંત્ર દ્રારા નવલખી ફાટક નં-૩૬ બંધ કરવામાં આવી છે તે ફાટકને ખોલવામાં આવે તેવી માંગ કરી છે

આવી જ રીતે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કેસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ પટેલે હલમ કલેક્ટરને રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, નવલખી ફાટકની બાજુમાં વિનાયક પાર્ક આવેલ છે ત્યાં પાંચ માળનું બિલ્ડીંગ આવેલ છે અને ત્યાં રહેતા લોકોને ફરીને જવું પડે તેવો ઘાટ સર્જાયો છે જેથી કરીને રિક્ષા વાળા પણ ડબલ ભાડું લેવા લાગ્યા છે ત્યારે લોકોની સુખાકારી માટે આ ફાટકને ખોલવામાં આવે તેવી માંગ કરી છે






Latest News