મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના આચાર્ય રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ રાજ્ય કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પ્રથમ સ્થાન મેળવેલ છે અને શાળા પરિવારનુ નામ રોશન કર્યું છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા તાજેતરમાં મહર્ષિ અરવિંદ ઘોષની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકલા ની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. અને જિલ્લા કક્ષાની સ્પર્ધાએ પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા હતા. જેમાં સાર્થક વિદ્યામંદિરના ગૌરવ સમાન રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા બની  સમગ્ર ગુજરાતના માન અને ગૌરવમાં વધારો કર્યો છે રાજ્યકક્ષાની દરેક સ્પર્ધાના ટોપ ટેન વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા પોંડીચેરી ખાતે સ્થિત મહર્ષિ અરવિંદ આશ્રમ અને વિશ્વપ્રસિદ્ધ ઓરોવીલે ફાઉન્ડેશનની મુલાકાત અર્થે લઈ જવામાં આવ્યા હતા. જેમાં  રાહુલભાઈ ઝીંઝુવાડીયાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે પ્રતિનિધિત્વ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ઓરોવીલે ફાઉન્ડેશનના ચીફ સેક્રેટરી અને રાજ્ય સરકારના સનદી અધિકારી ડો. જયંતિ રવિએ આ પ્રયાસને બિરદાવ્યો હતો નોંધનીય છે કે ગાંધીનગરના DYDO તેજલબેન ,ભરૂચના DYDO મિતલબેન ગવલી, તાપીના DYDO અમૃતાબેન ગામીત ખેડાના PYDO યોગેશ મોદી તેમજ જીગર રાણાના દેખરેખ હેઠળ  દરેક વિજેતાઓને વિવિધ સ્થળોની મુલાકાત કરાવીને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ રાહુલભાઈ ઝીંઝુવાડીયા મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પોતાની શિક્ષણ સેવા આપી રહ્યા છે. રાહુલભાઈના આ પ્રયત્નોમાં  શાળાના સંચાલક કીશોરભાઈ શુકલ તેમજ સમગ્ર શાળા પરિવાર તરફથી ઉત્તમ સાથ- સહકાર મળી રહ્યો છે. આ તકે શાળાના સંચાલક, વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News