મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસેથી ૫૫૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફટ કાર પકડાઈ, આરોપી ફરાર


SHARE













મોરબીના લાલપર ગામ પાસેથી ૫૫૦ લીટર દેશી દારૂ ભરેલી સ્વીફટ કાર પકડાઈ, આરોપી ફરાર

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલા બાતમીના આધારે વાંકાનેર હાઇવે ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે લાલપર ગામના બસ સ્ટેશન પાસેથી નીકળેલી કારને અટકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે આગળ જઈને કાર મારી મૂકી હતી અને બાદમાં રેઢી મળી આવેલી કારમાંથી તાલુકા પોલીસને ૫૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હોય દારૂ તથા કાર મળીને રૂા.૨.૬૧ લાખનો મુદામાલ જપ્ત કરીને હાલ વાહન નંબર આધારે બુટલેગરને પકડવા માટે તાલુકા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકા પોલીસ સ્ટાફના પંકજભાઈ ગુઢડા અને જયદીપભાઇ પટેલને મળેલ બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા વાંકાનેર હાઇવે ઉપરના લાલપર ગામે બસ સ્ટેશન નજીક વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમી મુજબની નીકળેલી મારૂતિ સ્વીફ્ટ કાર નંબર જીજે ૩ એમબી ૯૪૫ ને અટકાવવા પ્રયત્ન કરવામાં આવતા કાર ચલકે કાર મારી મૂકી હતી અને પોલીસે પીછો કરતા આગળ જઈને કાર રેઢી મળી આવી હતી.જેની તલાસી દરમિયાન કારમાંથી ૨૨ બાચકામા ભરેલ ૫૫૦  લીટર દેશી દારૂ મળી આવ્યો હોય હાલમાં રૂા.૧૧,૦૦૦ ની કિંમતનો દારૂ તેમજ રૂપિયા અઢી લાખની કિંમતની કાર એમ કુલ મળીને રૂા.૨.૬૧ લાખની મતા હાલમાં જપ્ત કરવામાં આવી છે અને ઉપરોક્ત નંબરની કારના ચાલક સામે અને તપાસમાં ખુલે તેની સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે મોરબીમાં આવેલા અનેક કારખાનાઓમાં ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતીઓ મજૂરી કામ કરતા હોય અને તે પૈકી મોટા ભાગનાઓને વ્યસન હોય માળીયા પંથકમાંથી, ચોટીલા પંથકમાંથી, અને રાજકોટ તથા સુરેન્દ્રનગરમાંથી દેશી દારૂ મોરબીમાં ઠાલવવામાં આવતો હોય છે.દરમિયાનમાં મોરબી તાલુકા પોલીસે લાલપર ગામના બસ સ્ટેશન પાસેથી ઉપરોક્ત ૫૫૦ લીટર દેશી દારૂ કરેલ કાર ઝડપી પાડી હતી અને હવે બુટલેગરને શોધવા કવાયત શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામે ઉમા રેસીડેન્સી વિસ્તારમાં આઈટીઆઈ કોલેજની સામેના ભાગે રહેતા જીલ ગીરીશભાઈ હિંગળાજિયા નામના ૨૫ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે બાઈક લઈને જતો હતો ત્યારે ભરતનગર ગામ પાસે કેનાલના રસ્તે તેને વાહન અકસ્માત બનાવમાં ઇજા પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હોય.હાલ આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

માળિયાના નવાગામ ખાતે જેડાવાસ વિસ્તારમાં રહેતા અલીમહમદ રસુલભાઇ જેડા નામના ૩૭ વર્ષના યુવાનને મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામની પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા પ્રથમ અત્રેની સિવિલે ખસેડાયા બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. તે બાઈકમાં જતો હતો ત્યાકે રસ્તામાં તે બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા તેને દવાખાને લઈ જવાયો હતો.જેથી બનાવ અંગે એફ.આઈ.સુમરા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








Latest News