મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત


SHARE









ટંકારાના બંગાવડી ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના બંગાવડી ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની પાંચ વર્ષની દીકરીને વાડી વિસ્તારમાં કોઈ ઝેરી જનાવર કરડી જતા તેણીને બેભાન હાલતમાં અહિંની સિવિલે લાવવામાં આવી હતી જ્યાં ડોક્ટરે તેણીને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે બંગાવડી ગામે રાજુભાઈ દેવકરણભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની આરતીબેન સુખરામભાઇ રાઠોડ નામની પાંચ વર્ષની બાળકીને વાડી ખાતે કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું.જેથી તેણીને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં તબીબ દ્વારા તેણીને જોઈ તપાસીને મૃત જાહેર કરવામાં આવી હતી.બાદમાં બનાવ અંગે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ ટંકારા વિસ્તારનો હોય ટંકારા પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલ રોટરીનગર વિસ્તારમાં રહેતા રૂષિક મીનાબેન રામાનુજ નામના ૨૭ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ ઉપર વિશાલ સ્ટોર પાસેથી બાઈક લઈને જતા સમયે ત્યાં બાઈક સ્લીપ થઈ જતા ઇજા પહોંચતા સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે આવેલ વરૂડી માતા મંદિર પાસે રહેતા રૂપાબેન વરદાભાઈ પરમાર નામની ૪૫ વર્ષીય મહિલાને તેના ઘર પાસે કોઈ કારણોસર થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા આ અંગે નોંધ કરીને તપાસ ચલાવવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર રહેતો વિરમ વાલજીભાઈ વરૂ નામનો ૨૨ વર્ષનો યુવાન મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલ ગજાનંદ સોસાયટી નજીકથી પોતાનું એકટીવા લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું એકટીવા સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત થયેલા વિરમભાઈ વરૂને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જોધપર ગામે રહેતો અવિનાશ નવઘણભાઈ ઝિંઝુવાડીયા નામનો ૧૫ વર્ષીય સગીર બાઈકના પાછળના ભાગે બેસીને ગામમાંથી જતો હતો ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઇ જતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ બંને બનાવો અંગે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.




Latest News