મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે બોડી-લોકો ઉપર ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવાની માંગ


SHARE







મોરબીના ગાળા ગામે બોડી-લોકો ઉપર ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવાની માંગ

મોરબી નજીકના ગાળા ગામની પંચાયતની બોડી તેમજ ગામના પટેલ સમાજના લોકોની સામે અવારનવાર ફરિયાદો કરવામાં આવે છે અને ખોટી તેમજ મનઘડત પાયા વિહોણી ફરિયાદ ગામના અનુ. જાતિના લોકો કરી રહ્યા છે જેથી કરીને ગામના લોકો દ્વારા કલેકટરને આવેદન પત્ર આપીને યોગ્ય તપાસ કરીને ફરિયાદ લેવામાં આવે અને ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીના ગાળા ગામના લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે જેમાં જણાવ્યુ છે કે, ગામના અનુ. જાતીના લોકો દ્વારા ગ્રામ પંચાયત બોડી અને ગામના લોકોની સામે ખોટી ફરિયાદ કરીને હેરાન કરવામાં આવે છે અને ખોટી એટ્રોસીટી ફરિયાદની ધમકી આપવામાં આવે છે તેમજ ગાળા ગામના રસ્તા પર દબાણ કરેલ હતા તેનું જીલ્લા પંચાયત કચેરી દ્વારા ડીમોલીશન કરવામાં આવ્યું છે અને દબાણ દુર કરવામાં આવ્યા છે તો પણ ગામના જીતીય રાહુલ કેશવજીએ કલેકટર કચેરીમાં તા. ૧૩ જુલાઈના રોજ ગાળા ગામના નાગરિકો પર અસ્પૃશ્યતા અને મૂળભૂત અધિકારોથી વંચિત રાખવાની પાયાવિહોણી અરજી કરેલ છે વધુમાં કહ્યું હતુ કે, ગામના લોકોએ કોઈ પ્રકારનું ગેરવર્તન કર્યું નથી અને કોઇપણ સામાજિક કાર્યમાં ગ્રામજનો સહકાર આપે છે અને તાજેતરમાં અનુ.જાતિની ૧૧ દીકરીના સમૂહ લગ્નનું આયોજન રાહુલ જીતીયાએ કર્યું હતું જેમાં ગામના સરપંચ અને ઉદ્યોગપતિઓએ ફાળો આપ્યો હતો અને ગ્રામ પંચાયતના ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સ્મશાન પર સંરક્ષણ દીવાલ અંગેની ગ્રાન્ટ બે લાખ આપવામાં આવી છે તેમજ પેવર બ્લોકની ગ્રાન્ટ અઢી લાખ આપવામાં આવી છે તે સહિતના કામ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને કોઈપણ તથ્ય વગરની કે પછી પાયા વિહોણી ફરિયાદ ધ્યાને ના લેવા અને ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવા હાલમાં ગામના લોકોએ રજૂઆત કરી છે






Latest News