વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના વર્ષ ૨૦૦૫ ના લાંચ કેસમાં હવે પીઆઇને પણ આરોપી બનાવ્યા


SHARE







મોરબીના વર્ષ ૨૦૦૫ ના લાંચ કેસમાં હવે પીઆઇને પણ આરોપી બનાવ્યા

વર્ષ ૨૦૦૫ માં રાજકોટ એસીબીની ટીમે પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વેરૂભા રાણા વિરુદ્ધ એસીબી પોલીસ સ્ટેશનમાં લાંચની ફરિયાદ નોંધાવી હતી જે કેસમાં ફરિયાદીએ પીઆઇને પણ આરોપી બનાવવા અપીલ કરી હતી જોકે, તે અરજી જે તે વખતે નામંજૂર કરવામાં આવી હતી અને હાઈકોર્ટ સુધી લડત આપ્યા બાદ આખરે કોર્ટે પીઆઇને પણ આરોપી બનાવી બંને કેસ સાથે ચલાવવા આદેશ કર્યો છે

જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી અમિતભાઈ વિષ્ણુભાઈ દવેએ વર્ષ ૨૦૦૫ ની સાલમાં પીઆઇ એમ.એફ. જાદવ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વેરૂભા રણ વિરુદ્ધ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી જો કે, પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ જ ચાર્જશીટ રજુ કર્યું હતું અને પીઆઇને આરોપી દર્શાવ્યા ન હતા જેથી કરીને મોરબી એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં એસીબી કેસ નં. ૦૧/૨૦૦૬ થી નોંધાયા બાદ કેસ ચાલવા પર આવેલ હતો અને કેસના પ્રોસીડીંગ વખતે મૂળ ફરિયાદી અમિતભાઈ દવે દ્વારા પીઆઇને આરોપી તરીકે જોડવા અંગેની અરજી પુરાવા દરમિયાન આપવામાં આવી હતી જે અરજી જે તે વખતેના એડીશનલ સેશન્સ જજ સાહેબે રદ કરેલી અને તેની સામે મૂળ ફરિયાદીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

આ અરજીમાં ગુજરાત હાઈકોર્ટે કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ નિર્ણય કરવો તેવો હુકમ કર્યો હતો જે હુકમના અનુસંધાને બીજા એડીશનલ સેશન્સ જજ સાહેબ વી.એ. બુદ્ધ દ્વારા એસીબી પોલીસ સ્ટેશનના સક્ષમ અધિકારી પાસે પીઆઇ એમ.એફ. જાદવ વિરુદ્ધ ગુનો બને છે કે કેમ ? તે બાબતનો રીપોર્ટ તા. ૫/૧૧/૨૦૨૨ પહેલા કોર્ટમાં રજુ કરવા હુકમ કર્યો હતો જે હુકમના અનુસંધાને એસીબી ના સક્ષમ અધિકારી મારફત પીઆઇ વિરુદ્ધ ગુનો બનતો નથી તેવી સમરી ભરી તેમના વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ કરવા પૂરતા પુરાવા મળેલ નથી તેવું જણાવ્યું હતું અને વર્ગ-અ સમરી મંજુર કરવા વિનંતી કરી હતી જો કે, કોર્ટમાં સરકાર તરફે તથા મૂળ ફરિયાદીના એડવોકેટ મારફત તેમજ સમરી ભરનાર સક્ષમ અધિકારી મારફત દલીલો રજુ કરવામાં આવી હતી જેમાં સરકાર તરફે સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ એવી રજૂઆત કરી હતી કે, ટ્રેપ દરમિયાનના પંચનામામાં આરોપી પ્રતાપસિંહ વેરૂભાના ફોન પરથી આક્ષેપિત જાદવને ફોન પર ફરિયાદી સાથે વાતચીત થઇ હતી અને બાદમાં ફરિયાદીએ લાંચના નાણા આરોપી પ્રતાપસિંહ વેરૂભાને આપ્યા હતા જે હકીકત ધ્યાને રાખતા હાલના આક્ષેપિતના કહેવાથી જ લાંચની રકમ આરોપીને આપવામાં આવી હતી જે ધ્યાને રાખી હાલની સમરી નામંજૂર કરવી જોઈએ

જેથી કરીને બીજા એડિશનલ સેશન્સ જજ વી.એ. બુદ્ધ દ્વારા સમરી નામંજૂર કરી આરોપી પીઆઇ એમ.એફ. જાદવ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ-૭,૧૩ (૧) (ઘ) ૧,, તથા ૧૩ (૨) મુજબના ગુના અન્વયે સંજ્ઞાન લઈ અને સમન્સ કાઢવાનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ હાલની સમરીને સ્પે. એસીબી કેસ તરીકે રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવ્યો છે હાલનો કેસ તથા કોર્ટમાં પેન્ડીંગ સ્પેશ્યલ એસીબી કેસ નં ૦૧/૨૦૦૬ બંને એક જ એફઆઈઆરમાં ઉત્પન્ન થયેલ હોય બંને કેસ એક સાથે ચલાવવા ન્યાયોચિત છે જેથી કરીને બંને કેસો સાથે ચલાવવા તથા મુખ્ય કેસ તરીકે સ્પેશ્યલ એસીબી કેસ નં ૦૧/૨૦૦૬ ને રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે






Latest News