રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે કારખાનની ઓરડીમાં મહિલાએ અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીના રંગપર ગામે કારખાનની ઓરડીમાં મહિલાએ અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું

મોરબી નજીકના રંગપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને મહિલાએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે વિરાટનગર નજીક જીબોન્ડ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા નીતિનકુમાર વર્માના પત્ની મીનાબેન નીતિનકુમાર વર્મા (૨૧)એ સાંજના ચારેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો છે તેને ત્રણ વર્ષનો એક દીકરો છે જોકે મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે




Latest News