રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી દુકાનમાં વેપારીએ અંતિમ પગલું ભર્યું


SHARE









મોરબીના રંગપર પાસે કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી દુકાનમાં વેપારીએ અંતિમ પગલું ભર્યું

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે યોગી કોમ્પલેક્ષની દુકાનમાં વેપારીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવવા અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનનો કામ ધંધો બરાબર ચાલતો ન હોવાથી ટેન્શનમાં રહેતો હતો અને દરમિયાન તેને અંતિમ પગલું ભર્યું હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતા કૌશિકભાઈ હરેશભાઈ લોદરીયા જાતે પટેલ (૨૫)એ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલી યોગી કોમ્પલેક્ષની દુકાન નંબર-૧૧ માં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને લીલાધરભાઇ રેવાભાઇ ચીખલીયા જાતે પટેલ (૬૨) રહે. શિવમ સોસાયટી પંચાસર રોડ વાળા મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેમના દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગત સામે આવી છે કે, મૃતક યુવાનનો છેલ્લા ઘણા સમયથી વેપાર ધંધો બરાબર ચાલતો ન હતો અને ઘણા સમયથી તે ટેન્શનમાં રહેતો હતો દરમિયાન તેણે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું છે જેની અંગેની નોંધ કરી પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી છે




Latest News