મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં અજુગતા પગલા ભરનાર બે યુવાનોને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયા


SHARE









મોરબીમાં અજુગતા પગલાં ભરનાર બે યુવાનોને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસ વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર તેના ઘરે રાત્રિના સમયે ગળેફાંસો ખાવા પ્રયત્ન કર્યો હતો જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

મોરબીના નાની કેનાલ પાસે આવેલ શ્યામ રેસીડેન્સી વિસ્તારમાં તિરૂપતિ હાઈટ ફ્લેટ નંબર ૪૦૨ માં રહેતા મિલન બાબુભાઈ દલસાણીયા નામના ૩૦ વર્ષના યુવાને પણ કોઈ કારણોસર તેના ઘરે પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કરતા તેને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે જાણ કરાતા તપાસ અધિકારી વિપુલભાઈ ફુલતરીયા દ્વારા તે બનાવની પણ તપાસ ચલાવવામાં આવી રહી છે.તે રીતે જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા બોરીચાવાસમાં રહેતા ફારૂક મહમદભાઈ જામ નામના ૩૦ વર્ષના યુવાને તા.૧૨-૭ ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં તેના ઘરે ગળેફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને બેભાન હાલતમાં બચાવી લઈને સારવાર માટે હાલ સિવિલે ખસેડાયો છે.હાલ તે બેભાન હાલતમાં હોય સીટી એ ડિવિઝન પોલીસ મથક વી.કે.પટેલ દ્વારા આ બનાવના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે પારિવારિક કલેશના લીધે ઉપરોક્ત બનાવ બન્યો હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે અને અન્ય દિશાઓમાં પણ તપાસ ચાલુ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સ્મશાન નજીક રહેતા સકીનાબેન કાસમભાઇ મેર નામના ૭૩ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.ત્યારે લીલાપર રોડ ઉપર આવેલ પુલિયા પાસે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા પામતા અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને બનાવની આગળની તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા મનિષાબેન આર.ચૌહાણ નામના ૪૯ વર્ષીય મહિલાએ તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતુ જેથી તેઓને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરાતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આ બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.




Latest News