માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફેકટરી પ્રદુષણથી ખેડૂતના ખેતરમાં ઉગાડેલ પાકને થયેલ નુકશાની યોગ્ય તપાસ કરી વળતર ચુકવવા માંગ


SHARE













મોરબીમાં ફેકટરી પ્રદુષણથી ખેડૂતના ખેતરમાં ઉગાડેલ પાકને થયેલ નુકશાની યોગ્ય તપાસ કરી વળતર ચુકવવા માંગ

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિભાઈ બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું હતુ કે, વાંકાનેરના ખેડૂત ખાતેદારને બાજુમાં આવેલા કારખાનાની પ્રદૂષણના લીધે ખેતીમાં થયેલ નુકસાની બાબતે વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત તેઓને કરવામાં આવેલ હોય તેના પગલે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ હવે લેખીતમાં ખેડૂતના નુકસાની બાબતે યોગ્ય તપાસ કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ દોરાવવામાં આવી છે.


વધુમાં તેઓએ જણાવ્યું હતુ કે, વાંકાનેરના ખેડૂત ખાતેદાર ભોરણીયા રફીક સવાહી તરફથી અરજી મળેલ છે.તેઓના જણાવવા મુજબ તેઓએ વાવેલ પાકમાં કોઈ ફેક્ટરીના પ્રદુષણના કારણે પાકમાં નુકશાન થવા પામેલ છે.જો કોઈ ફેક્ટરી વાળા પોતાની બેદરકારી દ્વારા કોઈ ખેડૂતને નુકશાન જાય તેવું કૃત્ય કરે અને ખેડૂતને નુકશાન જાય તેવું બને તો તેની સરકારે યોગ્ય તપાસ કરીને ખેડુતને યોગ્ય વળતર ચુકવવું જોઈએ અને સામે આવી ફેક્ટરીને ક્લોઝર આપીને કાયમી ધોરણે બંધ કરાવવી જોઈએ.તો અમારી માંગણી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી વૈજ્ઞાનિકો દ્વારા લેબોરેટરી કરીને ક્યાં ફેકટરી વાળાની બેદરકારીથી આવું થવા પામેલ છે.તે નક્કી કરીને તે ફેકટરી માલિકો સામે કાયદેસરના પાગલ લેવા જોઇએ તેવી આમારી માંગ છે.

જો આ બાબતે યોગ્ય કરવામાં નહિ આવે તો ના છુટકે ગ્રીન ટ્રીબ્યુંનલમાં ફરિયાદ કરવાની ફરજ પડશે. તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ રાજયના મુખ્યમંત્રીને વિનંતી કરેલ છે.






Latest News