મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

 મોરબીથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો


SHARE









 મોરબીના ઉમિયાનગરમાંથી ગુમ થયેલ યુવાન હેમખેમ મળી આવ્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટી પાસે આવેલ ઉમિયાનગર વિસ્તારમાંથી યુવાન પોતાના ઘરેથી ગુમ થઈ ગયો હતો અને ત્યારબાદ તેની ગુમસુધા ફરિયાદ પણ મોરબી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી જેથી પોલીસ અને પરિવાર તેને શોધી રહ્યો હતો દરમિયાન યુવાન અમદાવાદ ખાતે રહેતા તેના ફૈબાના ઘરેથી મળી આવ્યો હોય હાલમાં પરિવારજન અને પોલીસે રાહત શ્વાસ લીધો છે અને યુવાન જુદા જુદા મંદિરોએ દેવ દર્શન કરવા માટે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા સોસાયટીની પાછળના ભાગમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા મંજુબેન છગનભાઈ સોલંકી (૬૦) મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દીકરો દિલીપ છગનભાઈ સોલંકી (૨૮) ગત તા. ૨૩/૬ થી પોતાના ઘરેથી સાળંગપુર દર્શન કરવા માટે જવાનું કહીને નીકળ્યો હતો ને ત્યારબાદ તે ગુમ થઈ ગયો હતો જેથી તેની ગુમશુધા ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે લઈને પોલીસ તથા પરિવારજનો દ્વારા દિલીપ સોલંકીને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી દરમિયાન તે અમદાવાદ ખાતે તેના ફૈબા લીલાબેનના ઘરેથી હાલમાં મળી આવ્યો છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે દિલીપ સોલંકી બગદાણા દ્વારકા જુનાગઢ સોમનાથ વિગેરે જગ્યાએ દેવ દર્શન કરવા માટે પોતાની રીતે ચાલ્યો ગયો હતો

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે રહેતા ગગજીભાઈ મેરાભાઇ (૬૦)ને મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી  ઇજાગ્રસ્ત હાલતમાં તેને રાહુલભાઈ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. #MORBI TODAY




Latest News