મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ નજીક રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની બે સગીર વયની દીકરીઓનું અપહરણ


SHARE











મોરબીના ભડીયાદ નજીક રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની બે સગીર વયની દીકરીઓનું અપહરણ

મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ નજીકના સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ રાજકોટના કુવાડવાના વતની એવા પરિવારની બે સગીર વયની દીકરીઓના અપહરણ થવા પામેલ છે જેના સંદર્ભે તાલુકા પોલીસ મથક ખાતે રાજકોટના મુસ્લિમ યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ રાજકોટના કુવાડવાના વતની અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટના જ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિરની સામે આવેલ વછરાજનગર વિસ્તારમાં રહેતા અને હાલ છેલ્લા ચારેક મહિનાથી મોરબીના સામાકાંઠે ભળિયાદ રોડ ઉપર આવેલા સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરવયની દીકરીઓના અપહરણ કરવામાં આવેલ છે અને તે સંદર્ભે ભોગ બનેલ દીકરીઓના માતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.જેમાં ભોગ બનનાર દીકરીઓની માતા દ્વારા જણાવવામાં આવ્યા મુજબ તેઓ અગાઉ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિર નજીક રાજકોટમાં રહેતા હતા અને છેલ્લા ચારેક મહિનાથી મોરબીના સીરામીક કારખાનામાં રહીને મજૂરી કામ કરે છે.તેઓને સંતાનમાં ચાર સંતાન છે જેમા બે દીકરા અને બે દીકરીઓ છે.જેમાં મોટી દીકરી ૧૫ વર્ષની અને નાની દીકરી ૮ વર્ષની છે.

આ બંને દીકરીઓ તેઓ (પતિ-પત્ની) કારખાનામાં કામ કરતા હતા તે દરમિયાનમાં ગુમ થઈ ગઈ હોય બંને દિકરીઓને શોધવામાં આવી હતી.છતાં તેઓની ભાળ મળી ન હોય અપહરણ અંગે તેઓએ ગુનો નોંધાવ્યો હતો અને જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અગાઉ રાજકોટના કોઠારીયા મેઇન રોડ વિસ્તારમાં રણુજા મંદિર પાસે રહેતા હતા અને તે વિસ્તારમાં જ રહેતો રજાક નામનો ઇસમ તેઓની બંને પુત્રીઓના અપહરણ કરી ગયો હોવાની તેઓએ શંકા દર્શાવતા મોરબી તાલુકા પોલીસે હાલમાં રાજકોટ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિર નજીકના વિસ્તારમાં રહેતા રજાક નામના ઇસમની સામે આઇપીસીની કલમ ૩૬૩, ૩૬૬ અને પોકશો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

યુવાન-બાળક સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા સુરેશ ગંગારામ કાટીયા નામના ૨૫ વર્ષના યુવાનને બ્લેડ વડે કાંડાના ભાગે ઇજા થતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો અને ત્યાં તેણે પોલીસમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, પોતે બ્લેડ વડે નખ કાપતો હતો ત્યારે કાંડાના ભાગે બ્લડનો ચેકો લાગી ગયો છે..! હાલ આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમા વી.ડી.મેતા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના વીસીપરા વિસ્તારના જ રહેવાસી મુસ્તફા હાજી ભટ્ટી નામના ૧૪ વર્ષના બાળકને વાહન અકસ્માતમાં ઇજા થતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો જ્યાં પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, મોટરસાયકલ નંબર જીજે ૩૬ પી ૭૪૫૦ ઉપર તે પોતાના પિતા હાજી ગગુ ભટ્ટી તથા દાઉદ ગગુ ભટ્ટી એમ ત્રણ લોકો જતા હતા ત્યારે રસ્તામાં તે અકસ્માતે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી તેને ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. #MORBI TODAY

 






Latest News