મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના ઝીંઝુડામાં બે સગા ભાઈઓને ક્રેન ચલાવવા ન આવતા હોય માર મારવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE















મોરબીના ઝીંઝુડામાં બે સગા ભાઈઓને ક્રેન ચલાવવા ન આવતા હોય માર મારવાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતો યુવાન અને તેનો ભાઈ બંને થોડા દિવસો પહેલા ઘરે હાજર હતા ત્યારે તેઓ જેના કોન્ટ્રાક્ટમાં અગાઉ ક્રેન ચલાવવાનું કામ કરતા હતા તે ચાર શખ્સો ત્યાં આવ્યા હતા અને કેમ ક્રેન ચલાવવા માટે આવતા નથી તેવું કહ્યું હતું ત્યારે યુવાન અને તેના ભાઈની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો જેથી કરીને ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી સારવાર લીધા બાદ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે સ્કૂલની બાજુમાં રહેતા ઇમરાનભાઈ નુરમામજભાઇ નોબે જાતે વાઘેર (૩૬)એ થોડા દિવસો પહેલા જાવેદબાપુ, સાદીકબાપુ, બચુબાપુ અને અજુદ્દીનબાપુની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યુ હતું કે, ચારેય આરોપીઓ તેના ઘર પાસે આવ્યા હતા ત્યારે ફરિયાદી અને તેનો ભાઈ અક્રમ ઘરે હાજર હતા અને અગાઉ નવલખી બંદર ખાતે તેમના ચાલતા કોન્ટ્રાક્ટમાં ક્રેન ચલાવવા માટે થઈને તે બંને જતા હતા જોકે આરોપીએ આવીને કેમ ક્રેન ચલાવવા માટે આવતા નથી અને બીજાના કોન્ટ્રાક્ટમાં કેમ ક્રેન ચલાવવા માટે જાવ છો તેવું કહ્યું હતું ત્યારે ફરિયાદી યુવાન અને તેના ભાઈએ કહ્યું હતું કે રોકડો પગાર આપે ત્યાં ડ્રાઇવિંગ કરવા જવાનું છે જેથી કરીને ઉશ્કેરી ગયેલા ચારેય શખ્સોએ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા રોસે ભરાયેલા જાવેદબાપુ અને સાદિકબાપુએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જ્યારે અન્ય બે આરોપીઓએ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારે જાસ્મીનબેન અક્રમભાઈ નોબે (૨૩) તેમજ અનવરભાઈ જાનમામદ નોબે (૨૩) નામના બે વ્યક્તિઓને પણ માર માર્યો હતો ત્યારબાદ ઇમરાનભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો હતો અને ઝીંઝુડા ગામે થયેલ મારામારીના આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.વસીયાણી દ્વારા જાવેદહુસેન કંજૂમીયા પીરજાદા જાતે સૈયદ મુસ્લિમ (૨૭), સાદીકહુસેન કંજૂમીયા પીરજાદા સૈયદ (૧૯), અજીજમિયા ઉર્ફે (બચુબાપુ) અમીનમિંયા પીરજાદા (૩૧) અને અજરૂદ્દીન ઉર્ફે (બચુબાપુ) અમીનમિંયા પીરજાદા (૨૭) રહે. બધા ઝીંઝુડા તા.જી.મોરબી ની મારામારીના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં
મોરબી નજીકના શકત શનાળા ગામે રહેતા શારદાબેન કિરણભાઈ સનારીયા નામની ૨૮ વર્ષીય પરણીતા કોઈ કારણોસર તેના ઘરે ફીનાઇલ પી ગઈ હતી જેથી તેઓને સિવિલ હોસ્પિટલને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર બાદ હોસ્પિટલ સુત્રો તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલા અજય જેરામભાઈ પરમાર નામના ૨૦ વર્ષના યુવાનને ઇજા થતા તેને સારવાર માટે અત્રેની સિવિલે લવાયો હતો અને તે અંગે પણ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News