મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ 


SHARE









મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરાના અપહરણના ગુનામાં આરોપીની ધરપકડ 

મોરબીના ભડીયાદ નજીકના સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ રાજકોટના કુવાડવાના રહેવાસી પરિવારની બે સગીર વયની દીકરીઓનું અપહરણ થયું હતું જેની મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે રાજકોટમાં રહેતા મુસ્લિમ યુવાન વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મૂળ રાજકોટના કુવાડવાના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટના જ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિરની સામે આવેલ વછરાજનગર વિસ્તારમાં રહેતા અને હાલ છેલ્લા ચારેક મહિનાથી મોરબીના સામાકાંઠે ભળિયાદ રોડ ઉપર આવેલા સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરવયની દીકરીઓના અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની બે દીકરી જેમાં મોટી ૧૫ વર્ષની અને નાની ૮ વર્ષની દીકરીનનું અપહરણ કરવામાં આવ્યું છે જેની પરિવારજનોએ શોધખોળ કરી હતી તો પણ પત્તો લાગ્યો ન હતો જેથી કરીને પોલીસે સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને રાજકોટમાં રહેતા રજાક નામના શખ્સે બંને સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ હતી જેથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધાયેલ બે સગીરાઓના અપરણના ગુનામાં સંડોવાયેલા આરોપી રજાક ઈશાભાઈ મુસાણી જાતે મિંયાણા (૧૯) હાલ રહે. વછરાજનગર રણુજા મંદિરની પાસે કોઠારીયા મેઇન રોડ રાજકોટ મૂળ રહે. રેલ્વે ફાટક પાસે માળિયા મિંયાણા જિલ્લો મોરબી વાળાની તા.૧૭ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં મોરબી તાલુકા પીઆઇ કે.એ. વાળા દ્વારા ધરપકડ કરવામાં આવી છે




Latest News