મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી બે સગીરાના અપહરણ કરનાર આરોપી જેલ હવાલે


SHARE







 

મોરબી નજીકથી બે સગીરાના અપહરણ કરનાર આરોપી જેલ હવાલે

મોરબીના ભડીયાદ નજીકના સિરામિક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ રાજકોટના કુવાડવાના રહેવાસી પરિવારની બે સગીર વયની દીકરીઓનું અપહરણ થયું હતું જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મૂળ રાજકોટના કુવાડવાના રહેવાસી અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટના જ કોઠારીયા મેઇન રોડ રણુજા મંદિરની સામે આવેલ વછરાજનગર વિસ્તારમાં રહેતા અને હાલ છેલ્લા ચારેક મહિનાથી મોરબીના સામાકાંઠે ભળિયાદ રોડ ઉપર આવેલા સિરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં પરિવારની બે સગીરવયની દીકરીઓના અપહરણ કરવામાં આવ્યું હતું અને સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેની બે દીકરી જેમાં મોટી ૧૫ વર્ષની અને નાની ૮ વર્ષની દીકરીનનું અપહરણ કરવામાં આવ્યું છે જેની પરિવારજનોએ શોધખોળ કરી હતી તો પણ પત્તો લાગ્યો ન હતો જેથી કરીને પોલીસે સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને રાજકોટમાં રહેતા રજાક નામના શખ્સે બંને સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ હતી જેથી મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધાયેલ બે સગીરાઓના અપરણના ગુનામાં સંડોવાયેલા આરોપી રજાક ઈશાભાઈ મુસાણી જાતે મિંયાણા (૧૯) હાલ રહે. વછરાજનગર રણુજા મંદિરની પાસે કોઠારીયા મેઇન રોડ રાજકોટ મૂળ રહે. રેલ્વે ફાટક પાસે માળિયા મિંયાણા જિલ્લો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સાચી ઉમર જાણવા માટે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા આરોપીને હાલમાં જેલ હવાલે કરેલ છે

ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં
મોરબી તાલુકાના રાજપર (કુંતાસી) ગામે રહેતા શામજીભાઈ પીતાંબરભાઈ ગડારા નામના ૮૪ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.શામજીભાઈ ગડારા પોતાના પુત્ર જયંતીભાઈની પાછળ બાઈકમાં બેસીને રાજપર ગામેથી કુંતાસી તરફ જતા હતા ત્યારે ગામના વોંકડામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ જેથી ફ્રેકચર જેવી ઈજાઓ થવાથી તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હતી.






Latest News