મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં પાણી, દબાણ, રોડ, ટ્રાફિક સહિતની સમસ્યાઓનો ઢગલો


SHARE









મોરબી જિલ્લા સંકલનની બેઠકમાં પાણી, દબાણ, રોડ, ટ્રાફિક સહિતની સમસ્યાઓનો ઢગલો

મોરબીમાં કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલનની બેઠક યોજાઇ હતી જેમા ધારાસભ્યઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે ધારાસભ્યઓ દ્વારા જીલ્લામાં ગુણવત્તાસભર કામ કરી લોકોને કોઈ સમસ્યા ન પડે તે બાબત પર ભાર મુક્યો હતો અને ખાસ કરીને આ બેઠકમાં પીવાના પાણી, દબાણ, રોડ, ટ્રાફિક વગેરે મુદ્દાઓ સામે આવ્યા હતા જેના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે

મોરબી કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલ બેઠકમાં જિલ્લામાં ઘણી બધી જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા અને પાણીચોરી અટકાવવા, વિવિધ સ્થળોએ નડતરરૂપ બનેલા દબાણો દૂર કરવા, શાળાઓના મકાન બનાવવા, મોરબી અને હળવદ શહેરનો ટાઉન પ્લાનિંગ, હળવદ સીટી સર્વે કચેરી ફાળવવા, મચ્છુ નદીને ગટર મુક્ત કરવા અને મોરબી શહેરમાં ગટરના કનેક્શન વધારવા, અનઅધિકૃત/પ્લાનિંગ વિનાનું બાંધકામ રોકવા અને દૂર કરવા, ગામોને સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા માટેનું યોગ્ય આયોજન કરવા, ટ્રાફિક સમસ્યા નિવારવા, જિલ્લામાં યોગ્ય વીજ પુરવઠો જાળવવા, હળવદના તળાવની સફાઈ કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સમયમર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી. આ તકે સર્વે ધારાસભ્યઓએ ગુણવત્તા સભર વિકાસના કામો કરવા તેમજ લોકોને કોઈ સમસ્યા ન પડે તે રીતે કામગીરી કરી યોગ્ય નિર્ણય લેવા ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને મેઘજીભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન પારેઘી, જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા, સહિતના અધિકારીઓએ હાજર રહયા હતા 






Latest News