મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના નગરજનોને બાકી વેરો પાલિકામાં જમા કરાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ


SHARE









મોરબીના નગરજનોને બાકી વેરો પાલિકામાં જમા કરાવવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની અપીલ

મોરબી પાલિકાની તિજોરી હાલમાં તળિયા જાટ્ક થઈ ગયેલ છે ત્યારે કર્મચારીઓના પગાર માટે પણ પૈસા નહીં રહ્યા જેથી કરીને મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મિલકત ધારકોને તેના ટેક્સના બાકી રૂપિયા પાલિકામાં ભરવા માટે અપીલ કરેલ છે અને આગામી ૧૦ માહિનામાં કરોડો રૂપિયાના કામ મોરબીના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવશે તેવી ખાતરી આપેલ છે

મોરબી પાલિકામાં હાલમાં જુદી જુદી સમસ્યાઓ જુદાજુદા વિસ્તારમાંથી આવે છે ત્યારે લોકોની ગટર, કચરા કલેક્શન, પાણી, લાઈટની સમસ્યાના ઉકેલ માટે પાલિકાના જવાબદાર વિભાગના ચાર કર્મચારીઓના મોબાઈલ નંબરોને પાલિકાના વહીવટદાર દ્વારા હેલ્પ લાઇન નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે અને પાલિકામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વહીવટીદાર એન.કે. મુછારે અને ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યની હાજરીમાં સંકલનની બેઠક મળી હતી જેમાં ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ કહ્યું હતું કે, ગટરમાં અમુક લોકો કચરો નાખતા હોય છે જેના લીધે ગટરના પ્રશ્ન જુદાજુદા વિસ્તારમાં સામે આવે છે તેવું જણાવ્યુ હતું તો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મોરબી પાલિકામાં સ્વભંડોળ છે જ નહીં અને હાલમાં ૭ લાખના ભંડોળ સામે ૬૦ લાખનો પગાર આપવાનો છે તેમજ લાઈટ-પાણીના બિલ આપવાના છે જેથી મિલકત ધારકો દ્વારા તેના બાકી વેરા ભરવામાં આવે તે અનિવાર્ય છે વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી ૧૦ માં માહિનામાં સરકારની જુદીજુદી ગ્રાંટમાંથી કરોડો રૂપિયાના કામ મોરબીના જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવશે તેના માટેના પ્લાન એસટીમેટમ પણ બનાવવામાં આવી રહ્યા છે 




Latest News