મોરબીના ટીંબડી નજીક બંધ ટેઇલરમાં કાર ઘૂસી જતાં પાંચ યુવાનોના મોત: ટ્રાન્સપોર્ટર સામે નોંધાયો ગુનો
હળવદના દિઘડિયામાં પતિની હત્યા કરનારા જેઠ-દિયર સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ
SHARE
હળવદના દિઘડિયામાં પતિની હત્યા કરનારા જેઠ-દિયર સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ
હળવદના દિઘડિયા ગામે સીમમાં આવેલ વાડીએ ત્રણ સગા ભાઇઓ રહેતા હતા તેઓની વચ્ચે ખેતીની જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે બોલાચાલી થઇ હતી ત્યારે ઉશ્કેરાટ અને આવેગમાં આવીને બે ભાઈઓએ એક સંપ કરીને તેના જ સગા ભાઈને છોરીયું અને છરીના ઘા ઝીકયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને તે યુવાનની પત્ની અને સંતાનને પણ મારા મારીના બનાવમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ હતા અને આ બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાએ તેના જેઠ અને દિયરની સામે તેના પતિની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ બોલાચાલી કરીને મુકેશભાઈ ઉપર છરી અને છોરીયા વડે હુમલો કર્યો હતો અને મુકેશભાઈની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી અને મૃતકના પત્ની દક્ષાબેન અને બાર વર્ષના દીકરા હર્ષદને માર મારીને ઈજા કરવામાં આવૈ હતી જેથી તે બંનેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ હતા
હાલમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ રઘાભાઈ, મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને બાદમાં બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇની હત્યા થઈ હતી હાલમાં તેની પત્ની દક્ષાબેન મુકેશભાઇએ તેના જેઠ અને દિયરની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઑને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે