મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક બંધ ટેઇલરમાં કાર ઘૂસી જતાં પાંચ યુવાનોના મોત: ટ્રાન્સપોર્ટર સામે નોંધાયો ગુનો


SHARE

















મોરબીના ટીંબડી નજીક બંધ ટેઇલરમાં કાર ઘૂસી જતાં પાંચ યુવાનોના મોત: ટ્રાન્સપોર્ટર સામે નોંધાયો ગુનો

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે પાટીદાર ટાઉનશીપ નજીક ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ પડેલા ટેઇલરની પાછળ ભરતનગર પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસેથી પરત ઘરે આવી રહેલા ટ્રાન્સપોર્ટરની સ્વિફ્ટ કાર ઘૂસી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલા રાજસ્થાની ટ્રાન્સપોર્ટર સહિતના પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા અને મૃતકોની બોડી કારમાં ફસાઈ ગઈ હોવાથી તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી અને મોરબી સિવિલ ખાતે તેની બોડીને ખસેડવામાં આવી હતી હાલમાં આ ગુનામાં મૃતક આશીવાદ ટ્રાન્સપોર્ટ વાળા આનંદસિંહ શેખાવત સામે કારમાં બેઠેલા અને મૃત્યુ પામેલા યુવાનના કાકાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી-માળીયા હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટિયા નજીક પાટીદાર ટાઉનશીપ આવેલ છે ત્યાં અશ્વમેઘ હોટલની સામેના ભાગમાં રોડની સાઇડમાં બંધ કરીને પાર્ક કરાયેલ ટેઇલરની પાછળ સ્વીફટ કાર નંબર જીજે ૩૬ એફ ૧૦૫૯ ઘૂસી ગઈ હતી જેથી કરીને આ કારમાં બેઠેલા પાંચ યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા અને કારમાં બેઠેલા લોકોની બોડી કારમાં જ ફસાઈ ગઈ હતી જેથી કરીને કારના પતરાને કાપીને બોડીઓને બહાર કાઢવામાં આવી હતી અને પાંચ મૃતકોની બોડીને એમ્બ્યુલન્સ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી

ગઈકાલે રાતે સવા નવેક વાગ્યાના અરસામાં જે અકસ્માત સર્જાયો હતો તેમાં મૃત્યુ પામેલા લોકોમાં ભરતનગર ગામ પાસે આવેલ ચૌધરી કોમ્પલેક્ષમાં આશિર્વાદ ટ્રાન્સપોર્ટ વાળા આનંદસિંહ પ્રભુસિંહ શેખાવત (ઉ.૩૫) રહે. ગણેશનગર સોસાયટી ટિંબડી પાટીયા, તારાચંદ તેજપાલ બરાવા (ઉ.૨૫) રહે. ગણેશનગર સોસાયટી ટિંબડી પાટીયા, અશોકભાઇ કાનારામભાઇ બિરડા (ઉ.૨૪) રહે. ડેડી તાલુકો લડાણા, વિજેન્દ્રસિંહ રતનસિંહ સેખાવત (ઉ.૨૭) રહે. ચીકર રાજસ્થાન અને દિનેશભાઇ ઉર્ફે રાજેશ ભવરલાલ જાંટ (ઉ.૨૪) રહે. નાગોર રાજસ્થાન વાળાનો સમાવેશ થાય છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આનંદસિંગ શેખાવત સહિતના તમામ યુવનો ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા હતા જો કે આ ઘટનાની જાણ થતાં મોરબીની આસપાસમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા રાજસ્થાની સહિતના ટ્રાન્સપોર્ટ  એસો.ના પ્રમુખ પ્રભાતભાઇ આહીર સહિતના ટ્રાન્સપોર્ટરો મોરબી સિવિલે દોડી આવ્યા હતા અને જીલ્લા પોલીસવડા એસ.આર. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો

આ ઘટનામાં હાલમાં કાલીન્દ્રી નદી પાસે શ્રીશ્યામ ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા રામચંદ્રભાઈ છોટુરામ બરાલા જાતે જાટ (ઉં ૫૭) રહે. વિધુતનગર મોરબી વાળાની પોલીસે ફરિયાદ લીધેલ છે જેને લખાવ્યું છે કે, તેનો ભત્રીજો મૃતક તારાચંદ તેજપાલ બરાલા છેલ્લા બે વર્ષથી લક્ષ્મીનગર પાસે ચૌધરી કોમ્પલેક્ષમાં આવેલ આર્શીવાદ ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો હતો અને ત્યાં જ રહેતો હતો અને ગઇકાલે રાતે આશીવાદ ટ્રાન્સપોર્ટ વાળા આનંદસિંહ પ્રભુસિંહ શેખાવત સાથે તેનો ભત્રીજો અને અને અન્ય ત્રણ વ્યક્તિ એમ પાંચ વ્યક્તિ આનંદસિંહ શેખાવતની મારૂતી સ્વીફટ કારમાં બેસી તેના ટ્રાન્સપોર્ટથી મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે રોડથી નીચે સાઇડમાં પાર્ક કરેલ ટેઇલર યુ ૫૨ જીએ ૭૨૩૪ ના પાછળના ભાગે ઠાઠામાં કાર ઘુસી ગયેલ હતી જેથી કારમાં બેઠેલ તેના ભત્રીજા સહિતના પાંચેય વ્યક્તિના મોત નિપજ્યાં છે જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે મૃતક આશીવાદ ટ્રાન્સપોર્ટ વાળા આનંદસિંહ પ્રભુસિંહ શેખાવત સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરલે છે

હાઇવે ઓથોરિટી-આરટીઓના અધિકારીઓએ પોલીસના પણ ફોન ન રિસીવ કર્યા !

સામાન્ય રીતે અકસ્માતની ઘટના બને એટલે હાઇવે ઓથોરિટી અને આરટીઓના આધિકારીઓને બનાવની જાણ કરવામાં આવે છે જો કે, મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે પાટીદાર ટાઉનશીપ નજીક ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ યુવાનોના મોત નિપજ્યાં હતા જેથી કરીને આ ઘટનાની જાણ કરવા માટે પોલીસેના જવાબદાર અધિકારીઓએ હાઇવે ઓથોરીટી અને આરટીઓના અધિકારીનો રાતે જ સંપર્ક કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે, હાઇવે ઓથોરિટી અને આરટીઓના અધિકારીઓએ પોલીસના પણ ફોન ન રિસીવ કર્યા ન હતા તેવું ઘટના સ્થળે હજાર રહેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓની બેદરકારીના લીધા રસ્તા ઉપરના ખાડાઓ પણ ઘણા નિર્દોષ વાહન ચાલકોનો ભોગ લઈ રહયા છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા નક્કર કામ કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે




Latest News