માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિ સાથે બોલાચાલી થતાં માથામાં નાખવાનો કલર પી ગઈ !


SHARE

















મોરબીના બંધુનગર ગામે પ્રેમલગ્ન કરનાર યુવતીને પતિ સાથે બોલાચાલી થતાં માથામાં નાખવાનો કલર પી ગઈ !

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે કારખાનામાં લેબર કવાર્ટરની અંદર રહેતી પરિણીતાને તેના પતિ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને તેને લાગી આવતા તેણે માથામા નાખવાનો કલર પી લીધો માટે તેને સારવાર કરવા વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બંધુનગર ગામે આવેલ અજંતા પેકેજીંગ નામના કારખાનામાં લેબર કવાર્ટરની અંદર રહેતા જયંતભાઈ જયનારણભાઈ સુનાના પત્ની કલ્યાણીબેન (ઉમર ૨૦) એ તા.૨૧ ના વહેલી સવારે છ વાગ્યાના અરસામાં પોતાના ઘરે માથામા નાખવાનો કલર પી લીધો હતો જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ તેને પોતાના પતિની સાથે ઘરકામ બાબતે તા.૨૦ ના રોજ બોલાચાલી થઈ હતી જેથી કરીને તેને તા.૨૧ ના રોજ સવારે પોતાની જાતે માથામા નાખવાનો કલર પી લીધો હતો હાલમાં પરિણીતાની સારવાર ચાલી રહી છે અને પરિણીતાનો લગ્નગાળો સાત માસનો છે તેમજ તેણે પ્રેમ લગ્ન કર્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અને પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

૧૦૦ લીટર દેશી દારૂ

વાંકાનેર નજીક આવેલ હસનપર પાસેથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩ બીએક્સ ૦૯૧૩ પસાર થતી તેને રોકીને પોલીસે તલાસી લેતાં રીક્ષામાંથી ૧૦૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો કરીને એક લાખ રૂપિયાની કિંમતની રિક્ષા અને ૨૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો મળીને ૧,૦૨,૦૦૦ મુદ્દામાલ કબજે કરી પોલીસે મહેશ દેવજીભાઈ ખીમસુરીયા (ઉંમર ૨૮) રહે, થોરાળા શેરી-૭ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની રિક્ષામાં રાહુલ ધીરુભાઈ દેવીપુજક રહે જારીયા તાલુકો રાજકોટ વાળાએ દારૂનો જથ્થો ભરી દીધો હોય તે પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે




Latest News