મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે મહિલાની છેડતીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ


SHARE









મોરબીના મકનસર ગામે મહિલાની છેડતીના ગુનામાં મહિલા આરોપીની ધરપકડ

મોરબીના મકનસર ગામે રહેતી મહિલાની શાબ્દિક અપમાનિત ટિપ્પણી કરીને નિર્લજ હુમલો કરીને છેડતી કરવામાં આવી હતી જેથી મહિલાએ “તારા ઘરમાં મા બેન દીકરી નથી” તેવું કહેતા ઉશ્કેરાઈ ગયેલ શખ્સ લાકડીના ધોકા સાથે તે મહિલાના ઘરે આવ્યો હતો અને ત્યારે મહિલા તેના પતિ અને બે સંતાનોને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં હાલમાં પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જુના મકનસર ગામે રહેતા પરિવારની મહિલાને શાબ્દિક અપમાનિત ટીપ્પણી કરવામાં આવી હતી અને નિર્લજ હુમલો કરી છેડતી કરવામાં આવી હતી જેથી મહિલાએ છેડતી કરનાર શખ્સને “તારે મા, બેન, દીકરી નથી” તેવું કહ્યું હતું જેથી આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તે મહિલાના ઘર પાસે આવીને મહિલાને ગાળો આપી હતી અને ધોકા વડે માર માર્યો હતો. તેમજ તેના પતિ અને બે સંતાનોને પણ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાના પતિ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેરા અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અગાઉ આરોપી નિતિન ઉર્ફે બેરો વાલજીભાઇ પરમાર (૨૮)ની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુણમાં સંગિતાબેન નિતિન ઉર્ફે બેરો પરમાર (૨૮) રહે. જૂના મકાનસર વાળીની ધરપકડ કરેલ છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર છત્રીય સમાજની વાડી પાસે ઇકો કારના ચાલકે અકસ્માતે પોલીસ કર્મીને હડફેટે લેતા વિનોદભાઈ રામગોપાલ શર્મા (૫૬) નામના વૃદ્ધને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બિ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.




Latest News