મોરબીની સિવિલ હોસ્પિટલમાં નવી બનતી લીફ્ટમાં નીચે પડી ગયેલ અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન મોત
હળવદની સરા ચોકડી પાસે ભાજપ કાર્યાલય નીચેથી બાઈકની ચોરી
SHARE
હળવદની સરા ચોકડી પાસે ભાજપ કાર્યાલય નીચેથી બાઈકની ચોરી
હળવદની સરા ચોકડી પાસે વેજનાથ મંદિરની સામેના ભાગમાં આવેલ ભાજપના કાર્યાલય નીચે પાર્ક કરવામાં આવેલ બાઇકની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદના સરા રોડ ઉપર આઇટીઆઇ સામેના ભાગમાં ગિરનારીનગરમાં રહેતા રામજીભાઈ ચતુરભાઈ દલવાડીએ પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૬૮૯૦ વેજનાથ મંદિરની સામેના ભાગમાં આવેલ ભાજપ કાર્યાલય નીચે પાર્ક કર્યું હતું જે બાઇકને કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી ગયેલ હોય ચાલીસ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી કરવામાં આવેલ છે તે મુજબની રામજીભાઈ દલવાડીએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના બનાવનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા દશરથબેન જોરૂભા ઝાલા નામના ૫૭ વર્ષીય આધેડ મહિલા મોરબીમાં શનાળા રોડ ઉપરથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇકમાંથી નીચે પડી જતાં ઈજાગ્રસ્ત થયેલા દશરથબેનને અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર ફિલ્ટર હાઉસ નજીક રહેતા રણજીત લાલજીભાઈ ગુંદરિયા નામના ૨૫ વર્ષના યુવાનને તેના ઘર નજીક ફિલ્ટર હાઉસ પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા વેલજીભાઈ મોહનભાઈ સારલા નામના ૬૮ વર્ષીય વૃદ્ધને તેમના ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજા થતા વેલજીભાઈ સારલાને પણ સારવારમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.